વિવિધ રોગકારકોમાં જીવાણુ (બેકટેરીયા) થી જીવાતોમાં થતા રોગનું સૌથી વધુ મહત્વ રહેલું છે. જુદા જુદા જીવાણુઓ પૈકી બેસીલસ થુરીન્જીન્સીસ કે જે ટૂંકમાં બીટી તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ જીવાતોના નિયંત્રણ ક્ષેત્રે ખૂબ જ પ્રચલિત છે. સામાન્ય રીતે જે જીવાતોના આંતરડામાં આલ્કલાઈન માધ્યમ હોય એટલે કે, જેનો અમલ્તાનો આંક-PH ઊંચો (૯ કે તેથી વધુ) હોય તેવી જીવાતો સામે આ જીવાણુ સારૂ કામ આપે છે. મોટે ભાગે ફૂદાં-પતંગિયાની ઈયળોના નિયંત્રણ માટે બીટીનો ઉપયોગ થાય છે. ચૂસિયાં પ્રકારની જીવાતો માટે બીટીનો ઉપયોગ કરી શકાય નહિ.

કૃષિ સલાહકારો કેમ સાચું બોલતા નથી ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ
મોટાભાગના કૃષિ સલાહકારો હજુ પણ આપણને કહેતા નથી કે તમારી જમીનમાં પોષક તત્વો….

















