aries agro

જમીન : ગોરાડુ થી મધ્યમ કાળી જમીન પસંદ કરવી. વરસાદી પાણી ભરાઈ ન રહે અને નિતારશક્તિ સારી હોવી જોઈએ.

જમીનની તૈયારી : ઉનાળામાં ૧ હેક્ટરે સારું કોહવાયેલું ૫ ટન છાણિયું ખાતર જમીનમાં નાખી જમીન ખેડીને તૈયાર કરવી જોઈએ.

વાવણી સમય : ૧૫ જૂન થી ૧૫ જૂલાઈ સુધી વાવેતર કરવું. વહેલું વાવેતર કરવાથી રોગ-જીવાતનું પ્રમાણ ઓછુ આવે છે અને ઉત્પાદન વધુ મળે છે.

બિયારણનો દર : હેક્ટરે ૨૦ કિલો બિયારણની જરૂરિયાત રહે છે.

મકાઈની ખેતી માં કાળજી : ૧ કિલો બીજ માટે ૫ મિ.લિ. બાયો એનપીકે કોન્સોરટીયમ (પ્રવાહી જૈવિક ખાતર)નો પટ આપી છાંયડે સૂકવીને વાવેતર કરવું જોઈએ.

વાવણી અંતર : બે ચાસ વચ્ચે બે ફૂટનો ગાળો અને એક લાઈનમાં બે છોડ વચ્ચે એક વેંત (૨૦ સેન્ટીમીટર) અંતર રાખીને થાણીને વાવેતર કરવું જોઈએ. જેથી એકમ વિસ્તારમાં પૂરતા છોડની સંખ્યા મળી રહે.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ગંધક તત્ત્વની પૂર્તિ માટે મુખ્ય સ્ત્રોત ક્યાં ?

ગંધક તત્ત્વની અસરકારક રીતે પૂર્તિ કરવા માટે આજે બજારમાં ઘણા બધા ઉત્પાદનો ઉપલબ્ધ છે જેમકે એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ, જીપ્સમ, એસએસપી બેંટોનાઇટ સલ્ફર, સલ્ફર ડબલ્યુડીજી, સલ્ફર ૯૦%, મેગ્નેશિયમ સલ્ફેટ, ઝીંક સલ્ફેટ

વધુ વાંચો....

યુરિયા ક્યારે અપાય ?

કેટલાક ખેડૂતોની યુરીયા ખાતર અને પિયતનું પાણી આપવાની રીત ખામી ભરેલી હોય છે. સામાન્ય રીતે પિયતનું પાણી આપ્યા બાદ વરાપ થયો યુરીયા ખાતર જમીનમાં આપી તેને માટીમાં ભેળવવાની સલાહ આપવામાં આવે છે.

વધુ વાંચો....

જીવાત : મકાઇની ટપકાંવાળી લશ્કરી ઇયળ

નર ફૂદાંને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫૦ પ્રતિ હેકટર  પ્રમાણે ગોઠવવા. ઈંડાના સમૂહ અને શરૂઆતની અવસ્થાની ઈયળોને  હાથથી વીણી એકત્ર કરીને નાશ કરવો. ઉપદ્રવની શરૂઆતમાં બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર 30 ગ્રામ અથવા

વધુ વાંચો....

મકાઈ : મકાઈમાં રાસાયણિક ખાતર

હેક્ટરે ૧૬૦ કિલો નાઈટ્રોજન અને ૨૦ કિલો ફોસ્ફરસ આપવું. આ માટે પાયામા ૪૪ કિલો યુરિયા અને ૭૦ કિલો ડી.એ.પી. તથા ૪ પાન અને ૮ પાન અને ચમરી એમ દરેક અવસ્થાએ ૮૭ કિલો

વધુ વાંચો....

રોગ : લીંબુમાં બળીયાં ટપકાં

રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો.  રોગિષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓક્ઝિકલોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ ટકાના બોર્ડો મિશ્રણનો અથવા સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ ૧.૫ ગ્રામ

વધુ વાંચો....

રોગ : મકાઇ પાનનો સૂકારો/ટર્સીકમ લીફ બ્લાઇટ

મકાઇ પાનનો સૂકારો/ટર્સીકમ લીફ બ્લાઇટ રોગની શરૂઆતમાં ગૌમૂત્ર ૧૦ ટકા (૧ લિટર/૧૦ લિટર પાણી) અથવા લીમડાના પાનનોઅર્ક ૧૦ ટકા (૧ લિટર/ ૧૦ લિટર પાણી)નો છંટકાવ વાવણીના ૩૦, ૪૦, ૫૦ અને ૬૦ દિવસે

વધુ વાંચો....

મકાઈમાં નિંદામણ નિયંત્રણ વિષે જાણો.

શરૂઆતના દોઢ માસ સુધી ખેતર નિંદામણ મુક્ત રાખવાથી ઉત્પાદનમાં ૪૦ ટકા વધારો મળે છે. એટ્રાજીન ૨ કિલો પ્રતિ હેક્ટરે મકાઈ વાવ્યા બાદ છોડ ઊગતા પહેલાં ૧૦ લિટર પાણીના પંપમાં ૪૦ ગ્રામ દવા

વધુ વાંચો....

શિયાળુ મકાઈ શા માટે ફાયદાકારક છે?

છોડની સંખ્યા પૂરતા પ્રમાણમાં મળે છે. પાકની વૃદ્ધિ માટે જરૂરી એવો સૂર્યપ્રકાશ પૂરતી માત્રામાં મળે છે. મહત્તમ ખાતરનો તથા મહત્તમ પાણીનો ઉપયોગ છોડ કરતો હોવાથી ઉત્પાદન વધુ મળે છે. ખેતરમાં પાણીનો ભરાવો

વધુ વાંચો....

મકાઈ પાકમાંથી ઈથેનોલ ઉત્પાદન

મકાઈ પાકમાંથી ઈથેનોલ ઉત્પાદન વિશે જણાવતા સર્વશ્રી ડૉ. ડી. કે. વ્યાસ . ડૉ. એમ. બી. પટેલ છ્ ઈજ. જે. શ્રવણકુમાર કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, ધોળાકુવા, ગોધરા, જી. પંચમહાલ

વધુ વાંચો....

ગાભમારાની ઇયળ

ઉપદ્રવ હોય તો ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકારૂપે અથવા કાર્બોફ્યૂરાન ૩ ટકા દાણાદાર કીટનાશક ૮ થી ૧૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે છોડની ભૂંગળીમાં આપવી. થાયોમેથોકઝામ ૧૨.૬% + લેમ્ડાસાયહેલોથ્રીન ૯.૫ % ઝેડસી 6 મિલિ અથવા

વધુ વાંચો....

મકાઇના પાનનો સૂકારો

ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 15 મિલિ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી 15 મિલિ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ૧૦ ટકા ગૌમૂત્ર (૧ લિટર પ્રતિ ૧૦ લિટર

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks