aries agro

 અવરોઘક ઉપાયો :

નીંદણ નિયંત્રણની આ પધ્ધતિમાં નીંદણના બીજ યા પ્રસર્જન માટે વાનસ્પતિક ભાગો ઉપદ્રવિત વિસ્તારમાંથી નીંદણમુક્ત વિસ્તારમાં ન ફ્લાય તેવા ઉપાયો કરવામાં આવે છે જે ઓછા ખર્ચાળ અને સરળતાથી અપનાવી શકાય તેમ છેઃ

૧. નીંદણના બીજથી મુકત શુધ્ધ બીજનો વાવણી માટે ઉપયોગ કરવો.

૨. સારા કોહવાયેલ સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ કરવો. પશુઓએ ખોરાકમાં લીધેલ નીંદણના બીજ સ્ફૂરણશક્તિ ગુમાવ્યા સિવાય છાણમાં બહાર આવે છે. જો તેને બરાબર કોહડાવવામાં ન આવે તો તે બીજની સ્ફૂરણશક્તિ નાશ થયા સિવાય ખેતરમાં દાખલ થાય છે. આથી સારા કોહવાયેલ સેન્દ્રિય ખાતર તથા ક્પોસ્ટનો ઉપયોગ ખાતર તરીકે કરવો.

૩. જાનવરોને પાકટ નીંદણના છોડ, ખોરાકમાં નીંદણના બીજની સ્ફૂરણશક્તિનો નાશ કર્યા પછી જ ખવડાવવાં. દા.ત. સાઈલેજ કરવાથી નીંદણની સ્ફૂરણશક્તિ નાશ પામે છે.

૪. જાનવરોને નીંદણગ્રસ્ત વિસ્તારમાંથી નીદણમુકત વિસ્તારમાં જતા અટકાવવા. દા.ત. ગાડરનું જાનવરો દ્વારા પ્રસરણ

૫. જે સ્થળ પર નીંદણનો ઉપદ્રવ થયેલ હોય તે સ્થળની માટીનો ઉપયોગ નીંદણમુકત ખેતરમાં ન કરવો.

૬. પાણીની નીકો અને ઢાળિયા નીંદણમુકત રાખવા.

૭.ખેતઓજારોનો નીંદણગ્રસ્ત વિસ્તારમાં કામ કર્યા પછી સાફ કરી ઉપયોગ કરવો. 

૮. ખેતરમાં ખળાની જગ્યા તેમજ આજુબાજુની જગ્યા નીંદણમુકત રાખવી.

૯. ધરૂ કે છોડના અન્ય ભાગોની રોપણી પહેલા ચકાસણી કરી નીંદણમુકત કર્યા બાદ ફેરરોપણી કે રોપણી કરવી.

૧૦. ખેતરના ખૂણાઓ, વાડની આજુબાજુ તેમજ અન્ય બિનપાક વિસ્તારો નીંદણમુકત રાખવા.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ગુલ્લીદંડા – નીંદણોનું નિયંત્રણ : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

નીંદણોનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા, શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ (મો.)

વધુ વાંચો....

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-2

પ્રિ-પ્લાન્ટ : કોઇપણ પાકમાં પાકની વાવણી કે રોપણી પહેલા જમીનના ઉપરના સ્તર પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. નીંદણનાશક દવાની અસરકારકતા વધારવા છંટકાવ બાદ પંજેઠી વડે જમીનના ઉપરના સ્તરમાં ભેળવી દેવામાં

વધુ વાંચો....

નીંદણનાશક દવા ભલામણ કરેલ જથ્થા કરતા જો વધારે વાપરવામાં આવે તો……

* દવાની ઝેરી અસરને લીધે પાક અંશતઃ અથવા સંપૂર્ણ નાશ પામે છે. * પાકના વિકાસ અને વૃદ્ધિ પર માઠી અસર થતા ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. * જમીનમાં નીંદણનાશક દવાના અવશેષોની માત્રા

વધુ વાંચો....

ડાંગરમાં નીંદણ નિયંત્રણ 

* રોપાણ ડાંગરમાં અસરકારક નીંદણ નિયંત્રણ માટે ફેરરોપણી બાદ ૩૦ દિવસે એક વખત હાથ નીંદામણ શક્ય ન હોય તો ફેરરોપણી બાદ પાંચમા દિવસે બેન્થિઓકાર્બ હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. સક્રિય તત્ત્વ પ્રમાણે આપવું.

વધુ વાંચો....

નીંદણનાશક દવા અન્ય કૃષિ-રસાયણોથી અલગ પડે છે, કારણ કે……

કોઇપણ દવાની અસરકારકતા ફે સફ્ળતાનો મુખ્ય આધાર તે દવા ક્યારે (સમય), કેવી રીતે (પદ્ધતિ-રીત) અને કેટલી (જથ્થો) છાંટવી તેના પર રહેલા છે. નીંદણનાશક દવાઓના છંટકાવના જથ્થામાં થોડો ઘણો ફેરફાર કે ક્ષતિ રહી

વધુ વાંચો....

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ -1 

પ્રિઈમરજન્સ : કોઈપણ પાકમાં પાકની વાવણી સમયે કે વાવણી બાદ પાકના કે નીંદણના સ્ફૂરણ પહેલાં જમીન પર ભેજ હોય ત્યારે નીંદણનાશક દવા છાંટવાની પધ્ધતિને પ્રિઈમરજન્સ કહેવામાં આવે છે. જમીનમાં પૂરતો ભેજ હોવાના કારણે

વધુ વાંચો....

ચણા : ચણામાં નીંદણ નિયંત્રણ 

* દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તારના ખેડૂતોને સલાહ છે કે પિયત ચણાના પાકમાં અસરકારક નીંદણ નિયંત્રણ કરવા માટે પાકની બાદ ૨૫, ૪૦ અને ૭૫ દિવસે એમ કુલ ત્રણ વખત હાથ વડે નીંદામણ

વધુ વાંચો....
aries agro
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks