
લીલી ઈયળ નો ઉપદ્રવ થાય ત્યારે ખેતરમાં મમરા વેરીને પક્ષીઓ દ્વારા ઈયળનું નિયંત્રણ આસાનીથી કરાવીએ છીએ. ઊધઈની સમસ્યા હોય ત્યારે ખાંડના ગળપણવાળું દ્રાવણ ઊધઈના ઉપદ્રવની આજુબાજુ છાંટવાથી કીડીઓ ત્યાં આવે છે અને ઉધઈનું નિયંત્રણ કરે છે. કોઈ છોડ ફુગજન્ય રોગથી પીળો પડવાની શરૂઆત થાય ત્યારે પિયતની સાથે ટીપે ટીપે દીવેલ અથવા લીંબોળીનું તેલ આપવાથી ફૂગજન્ય રોગ નિયંત્રણમાં આવી જાય છે. એટલું જ નહીં, કોઈ પાકના મૂળમાં કૃમિજન્ય રોગ હોય તેમાં પણ લીંબોળીનું તેલ પાણી સાથે ટીપે-ટીપે આપવાથી ફાયદો થાય છે.


















