
કપાસના પાકમાં સફેદ માખી, ઈયળ કે મધિયો રોગ આવે ત્યારે ઈંગોરીયા નાં ફળ અને મુંજી (મકરોડા)ન ફળનો ઉપયોગ કરે છે. પોણા વિઘા ખેતરના વાવેતરમાં ઈંગોરીયા નાં ફળ પાંચ કિલો લઈ છાલ કાઢી પાણીમાં ઓગાળી લેવાં. મકરોડીના પાંચ કિલો ફળ લઈ વાટી તેમાંથી ૨૫૦ ગ્રામ રસ લઈ ઇંગોરીયા ના રસ સાથે એક લિટર પાણી ઉમેરી દ્રાવણ બરાબર મિક્સ કરવું. આ દ્રાવણમાં બીજું ૧૩ લિટર પાણી કુંજરાનો રોગ હોય તો તે નિયંત્રણ આવે છે. આ ઉપચાર પાંચ-છ દિવસના અંતરે એમ બેથી ત્રણ વખત કરવાથી સારું પરિણામ મળે છે.-


















