
કાર્ય પધ્ધતિ :
ટ્રાયસાયક્લાઝોલ, શોષક અને ટ્રાયાઝોલ સંયોજનનું ફૂગનાશક છે અને છોડમાં શોષાઈને બધા જ ભાગોમાં સ્થાનાન્તરિત થાય છે. મેલનિન, ફૂગના અલિંગી બીજાણુંની દીવાલનાં માળખાકીય બંધારણનો એક ઘટક છે. મેલનિન, રોગાણુંમાં પેદા કરવાની ઉગ્રતા પ્રાá કરવા માટેનું એક અગત્યનું રંગદ્રવ્ય છે જે યજમાનમાં રહેલા પ્રતીરક્ષિતા સંરક્ષણ સામે રોગાણુંને રક્ષણ પૂરું પાડે છે. મેલનિન, યજમાનમાં રહેલાં પ્રતિરક્ષિત પ્રતિક્રિયાઓ સામે રક્ષણ આપી, રોગજનક સુક્ષ્માણુંમાં તેમની ઉગ્રતા અને રોગ જનકતામાં અગત્યની ભૂમિકા ભજવે છે. ટ્રાયસાયક્લાઝોલ, રીડક્ટેઝ નામનાં ઉત્સેચકોને અવરોધી, રોગાણુંની દીવાલમાં મેલનિનનું જૈવ સંલેષણ થતું અટકાવી ફૂગનાશક તરીકે કામ કરે છે. તે ફૂગમાં બીજાણું અને દ્વિતિયક સંક્રમણ પણ રોકતું હોવાથી, તેની અજ્ઞાત અસર કરવાની રીત એટલે કે અન્ય પ્રકારે અસર કરવાની રીત પણ હોઈ શકે છે.
બનાવટો :
ટ્રાયસાયક્લાઝોલ બજારમાં ૭૫% ડબલ્યુપી (ભીંજવી શકાય તેવા ભૂકારૂપ)ના સ્વરૂપે મળે છે.
વ્યાપારી નામો :
બીમ, મેન્ટીસ, સમર, બાન, ગેઇન, બ્લાસ્ટોગન, ટ્રીક, લોઝીક, સ્ટેન્ઝા, ટ્રાયસ્ટાર, ટ્રાયઝોલ, બ્લાસ્ટ-ઓફ, ફોર્સ ૧૧, બ્લાસ્ટીન, અગ્ન, ટ્રાયપોડ, પ્રોટોઝોન, ટ્રાયગન, બ્લાસ્ટર, હીલબ્લાસ્ટ, ટ્રાયબ્લાસ્ટ, પ્રોફીટ, ધનટીમ, સીવીક જેવા બજારૂં નામે મળે છે.
ઉપયોગ માટે ભલામણ:
સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ બોડ મુજબ : ટ્રાયસાયક્લાઝોલ ખાસ કરીને ડાંગરમાં કરમોડી રોગના નિયંત્રણમાં વપરાય છે.
ઉપયોગ માટે ભલામણ:
આપણે ત્યાં ટ્રાયસાયકલાઝોલ ફુગનાશકની ડાંગરમાં કરમોડી રોગના નિયંત્રણ માટે છંટકાવની ભલામણ થયેલ છે. સામાન્ય રીતે તેનો છંટકાવ ૬-૮ ગ્રામ/૧૦ લિટર પાણી પ્રમાણે કરવામંા આવે છે.


















