
કાર્ય પધ્ધતિ :
કાર્બેન્ડાઝીમ ફૂગ ઉપર વિવિધ પ્રકારની અસર ધરાવતું , શોષક/સર્વદૈહિક , રક્ષણાત્મક અને રોગહર/ઉપચારક ફૂગનાશક છે. તે ફૂગમાંકોષ વિભાજનની ક્રિયાને અવરોધે છે જેથી ફૂગની જનન-નલિકાઓનો વિકાસ, આસંબિંબનું નિર્માણ અને કવકજાળ/તંતુજાળની વૃધ્ધિ થતી નથી. આ ફૂગનાશક ઉમાઇસેટ્સ જૂથ સિવાયની ફૂગોના બધા જ મુખ્ય જૂથો (એસ્કોમાયકોટા, ડ્યુટેરોમાયકોટા, બેસીડીયોમાયકોટા) સામે રક્ષણ આપે છે.
બનાવટો:
કાર્બેન્ડાઝીમ બજારમાં૫% જીઆર (ગ્રેન્યુલ્સ/દાણાદાર), ૪૬.૨૭% એસસી (સોલ્યુબલ કોન્સેન્ટ્રેટ એટલે કે પાણીમાંદ્રાવ્ય પ્રવાહીરૂપ) અને ૫૦% ડબલ્યુપી (વેટેબલ પાઉડર/ પાણીમાંભીંજવી શકાય તેવા ભૂકારૂપ) સ્વરૂપે મળે છે.
વ્યાપારી નામો :
આપણે ત્યાં બજારમાં ૪૬.૨૭% એસસી (પર્લ, અલ્ટ્રા, ક્્યુરથેન, નક્ષત્ર) અને ૫૦% ડબલ્યુપી (બાવીસ્ટીન, બેનમેઇન, ડેરોસાલ, બેન્ફીલ, સ્ટારબેન્ઝ, માવીસ્ટીન, કાર્ઝીમ-૫૦, સહારા, સ્ટેન, એડઝીમ, ફન્ઝીગાર્ડ, બેનગાર્ડ, કાર્બેન, હીલઝીમ, કેવીસ્ટીન, મીલસ્ટીન, દેવીસ્ટીન, ધાનુસ્ટીન, ટીઆરા) સ્વરૂપે ઉપલબ્ધ છે.
ઉપયોગ માટે ભલામણ:
સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ બોર્ડ (ઈઇંઇ) મુજબ: ડાંગર (પાનના ભૂખરા ટપકાં પર્ણ છેદનો સૂકારો, કરમોડી), ઘઉં, જવ (અનાવૃત અંગારીયો), કપાસ (પાનના ટપકાં, શણ (ધરૂનો સૂકારો), મગફળી (ટીક્કા/ પાનનાં ટપકાં, સુગરબીટ (પાનના ટપકાં ભૂકી છારો), વેલાવાળા શાકભાજી (કાલવ્રણ, ભૂકી છારો), રીંગણ (પાનના ટપકાં ફળનો કોહવારો), આંબો, વટાણા, ગુવાર, વાલપાપડી, ગુલાબ અને બોર જેવા પાકોમાંભૂકી છારાના નિયંત્રણમાં વપરાય છે. સામાન્ય રીતે કાર્બેન્ડાઝીમ ઉપયોગ છંટકાવ, ડ્રેંચીંગ અને બીજ માવજત તરીકે કરવામાં આવે છે.
ઉપયોગ માટે ભલામણ :
(ગુજરાતની કૃષિ યુનિવર્સિટીની ભલામણો મુજબ) : સામાન્ય રીતે કાર્બેન્ડાઝીમ ફૂગનાશકનો ઉપયોગ બીજ માવજત, છોડ ઉપર છંટકાવ કરવા અને છોડના મૂળ વિસ્તારમાં ડ્રેન્ચીંગ કરીને આપી શકાય છે. આપણે ત્યાં કૃષિ યુનિવર્સિટીઓના જુદા જુદા સંશોધન કેન્દ્રો ખાતેથી ડાંગર (કરમોડી, ગલત અંગારીયો, પર્ણચ્છેદનો કહોવારો), બાજરી (કરમોડી), તમાકુ (ધરૂવાડીયામાં સફેદ ચાંડી), કપાસ, દિવેલા (સૂકારો), શેરડી (સૂકારો, રાતડો), મગફળી (પાનનાં ટપકાં થડનો કહોવારો), રાઇ (થડનો કહોવારો), તલ (મેક્રોફોમીના લીફ બ્લાઇટ, થડ અને મૂળનો કહોવારો), મરચી (કાલવ્રણ), ભીંડા, વેલાવાળા શાકભાજી, મગ, મઠ, અડદ, ચોળા, સૂર્યમુખી (પાનનાં ટપકાં, મગ, અડદ, તલ (ભૂકી છારો), ચોળા-ઘાસચારા (મૂળખાઇ), મગ (મેક્રોફોમીના લીફ બ્લાઇટ, સર્કોસ્પોરા પાનનાંટપકાં, આંબો (કાલવ્રણ), કેળ (પાનનાં ત્રાકિયા ટપકાં, સીતાફળ (અવરોહ મૃત્યુ) વગેરે પાકમાં રોગોનાં નિયંત્રણ માટે છંટકાવ અથવા ડ્રેંચીંગની ભલામણ થયેલ છે. સામાન્ય રીતે તેનો છંટકાવ/ડ્રેંચીંગ ૫-૧૦ ગ્રામ/૧૦ લિટર પાણી પ્રમાણે કરવામાં આવે છે. સામાન્ય રીતે જમીનજન્ય ફૂગથી થતા રોગ (ઉગસૂક, સૂકારો, થડ અને મૂળનો કહોવારો) અને કેટલાક પાકોમાં પાન પર થતાં ટપકાંનાં રોગ કે જે બીજજન્ય હોય છે તેની અટકાયત માટે વાવણી પહેલા કાર્બેન્ડાઝીમ ૩ ગ્રામ/કિ.ગ્રા. બીજ દીઠ બીજ માવજત આપવી. શેરડીના પાકમાં ચાબૂક આંજીયા રોગની અટકાયત માટે કટકાને રોપતા પહેલા કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ/૧૦ લિટર પાણીના દ્રાવણમાં બોળી રાખ્યા પછી રોપવાની ભલામણ છે.



















