
“ગ્રો કવર” અથવાતો ક્રોપ કવર એટલે શિયાળામાં વવાતા તરબુચ-ટેટી જેવા પાકના બેડ ઉપર મલ્ચિંગ કરીને ઉગાડાતા પાકો ઉપર શરૂઆતના ૩૦-૪૦ દિવસ સુધી રખાતું આછા પ્લાસ્ટિકનું અર્ધ ગોળાકારે એકાદ ફૂટની ઊંચાઈ ઉપર ગોઠવેલ આવરણ. ગ્રો કવર થી અંદર થોડો ગરમાવો રહેતો હોવાથી શિયાળાની ઠંડી ઋતુમાં બીજનો ઉગાવો વહેલો મળે છે. તથા છોડનો વિકાસ ઝડપી થાય છે. .શરૂઆતના ગાળામાં ચૂસીયા જીવાત અને વાયરસનાં ઉપદ્રવથી મુક્ત રહે છે. .ગ્રો કવરમાં ૩૦-૪૦ દિવસ સુધી વેલા રહ્યા હોય એટલે એના થયેલા ઝડપી વિકાસના હિસાબે ઉત્પાદન વહેલું શરૂ થાય છે. એટલે બજારભાવ પણ સારા મળે છે. જો ખેડૂતની સાચવણ સારી હોય તો ગ્રો કવર બેથી ત્રણ સીઝન વાપરી શકાય છે .
























