ડુંગળીની ખેતી માટે ધરૂવાડિયાનો ઉછેર ખૂબ મહત્ત્વનો ભાગ છે. ૪ ગૂંઠા જેટલી જમીન એક હૈક્ટર વિસ્તારના ધરૂ ઉછેર માટે પૂરતી છે. યોગ્ય ઘરૂના ઉછેર માટે ૪ ગૂંઠા વિસ્તારમાં ૧ થી–૧-૫ ટન જેટલું સારું કોહવાયેલું છાણિયું ખાતર નાખવું. ત્યાર બાદ યોગ્ય માપના એટલે કે ૪ થી ૪.૫ મીટર લાંબા, ૧ થી ૧.૫ મીટર પહોળા અને ૧૫ સે.મી. ઊંડા ગાડી ક્યારા બનાવવા. ગાદી ક્યારાના લીધે પાણીનો ભરાવો થતો નથી. આ ક્યારામાં પ કિલો જેટલુ ડીએપી અને ૩ થી ૪ કિલો જેટલું યુરિયા પૂંખી નાખવું. બીજને વાવતા પહેલાં કાર્બેન્ડાઝીમ ૫૦% વેપ અથવા થાયરમ ૬૫% એસ.ડી. જેવી ફૂગનાશક દવાનો ૩ ગ્રામ પ્રતિ ક્લિ બીજ દીઠ પટ આપવો. જૈવિક કૃમિનાશક (પેસિલોમ્યસિસ લીલાયીનસ) ૧%નો ઉપયોગ કરવો. ઊભા ધરૂવાડિયામાં ફૂગનો ઉપદ્રવ જણાય તો કાર્બેન્ડાઝીમ ૫૦% વે.પા.નું ૦.૧% (30 ગ્રામ/15 લિટર પાણી) દ્રાવણ અથવા ટ્રાઈકોડમનિં ૦.૫% (75 ગ્રામ/15 લિટર પાણી) દ્રાવણ બનાવી ૩ લિટર ૧ ચોરસ મીટર વિસ્તારમાં નીતરવું.

રોગ : ડુંગળી, લસણમાં જાંબલી ધાબા
બીજ માટે વાવવામાં આવેલ પાક ૬૦ થી ૬૫ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૨૭ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૨૭ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ (પ્રથમ છંટકાવ રોગ દેખાય ત્યારે અને બાકીના બે છંટકાવ ૧૫ દિવસના અંતરે) કરવા
























