
* રોપાણ ડાંગરમાં અસરકારક નીંદણ નિયંત્રણ માટે ફેરરોપણી બાદ ૩૦ દિવસે એક વખત હાથ નીંદામણ શક્ય ન હોય તો ફેરરોપણી બાદ પાંચમા દિવસે બેન્થિઓકાર્બ હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. સક્રિય તત્ત્વ પ્રમાણે આપવું. નીંદણનાશક દવા આપતી વખતે કયારીમાં પૂરતુ પાણી હોવું આવશ્યક છે તેમજ દવા આપ્યા બાદ ત્રણ દિવસ સુધી પાણી જળવાઈ રહે તે જરૂરી છે.
* દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદવાળા ખેત આબોહવા વિસ્તાર-૩ની પરિસ્થિતિમાં ઓરાણ ડાંગરમાં નીંદામણ વ્યવસ્થા માટે બ્યુટાકલોર હેકટર દીઠ ૧.૫ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ (પાકની વાવણી બાદ પાક તથા નીંદણના સ્ફૂરણ પહેલાં) છાંટવાની તેમજ પાકની વાવણી બાદ ૩૦ દિવસે એક વખત હાથ વડે નીંદામણ કરવાની સલાહ છે. નીંદણનાશક દવા વાવણી બાદ ૨ થી ૩ દિવસમાં છાંટવી જોઈએ.
* દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તારના ખેડૂતોને ખરીફ ડાંગરના ધરૂવાડિયામાં યોગ્ય રીતે નીંદામણ નિયંત્રણ કરવા માટે મે મહિનામાં ધરૂવાડિયાની જમીનને ભીની કરી તેને ૨૫ માઈક્રોમીટર જાડાઈ ધરાવતા એલ. એલ. ડી. પી. ઈ. (પારદર્શક) પ્લાસ્ટિક વડે ઢાંકવાની અથવા તો બ્યુટાકલોર હેકટર દીઠ ૧.૫ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ તરીકે આપવાની સલાહ છે.
* મધ્ય ગુજરાત વિસ્તાર (ખેતી આબોહવા પરિસ્થિતિ-૨) માં ડાંગરનું વાવેતર કરતા ખેડૂતોને ડાંગરના ધરૂવાડિયામાં બે વખત (ડાંગર પૂંખ્યા પછી ૧૫ અને ૨૫ દિવસે) હાથ વડે નીંદામણ કરવાની સલાહ છે. વધુમાં ત્યારે મજૂરોની અછત હોય ત્યારે પેન્ડીમીયાલી હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. પ્રમાણે અથવા ઓકઝાડાયોઝોન હેકટર દીઠ ૦.૫૦ કિગ્રા, પ્રમાણે છંટકાવ કરવો અથવા રેતી સાથે મિ કરી ધરૂવાડિયામાં વાવણી પછી ૬ દિવસમાં આપવું.


























