કાર્ય પધ્ધતિ :
હેક્ઝાકોનાઝોલ એ શોષકઅને ટ્રાયાઝોલ સંયોજનનું ફૂગનાશક છેજેરક્ષણાત્મકઅને રોગહર અસર (Preventive and curative action) ધરાવે છે. તે ફૂગના કોષોના બાહ્યાવરણના બારણ માટે જરૂરી એવા અર્ગોસ્ટીરોલ દ્રવ્યના સંશ્લેષણની પ્રક્રિયાને અવરોધે છે, જેથી રોગકારક ફૂગની વૃધ્ધિ અને પ્રજનનનું નિયંત્રણ થાય છે.
આ ફૂગનાશક ઉમાઇસેટ્સ જૂથ સિવાયની ફૂગોના બધા જમુખ્ય જૂથો (એસ્કોમાયકોટા, ડ્યુટેરોમાયકોટા, બેસીડીયોમાયકોટા) સામે રક્ષણ આપે છે.
બનાવટો :
હેક્ઝાકોનાઝોલ બજારમાં ૨% એસસી (સોલ્યુબલ કોન્સેન્ટ્રેટ એટલે કે પાણીમાં ઓગાળી શકાય તેવુ સાંદ્રત પ્રવાહી), ૫% ઇસી (ઇમલ્સીફાએબલ કોન્સેન્ટ્રેટ/પ્રવાહી સ્વરૂપ), ૫% એસસી (સોલ્યુબલ કોન્સેન્ટ્રેટ) અને ૭૫% ડબલ્યુજી (વેટેબલ ગ્રેન્યુલ્સ) સ્વરૂપે મળે છે.
વ્યાપારી નામો:
બજારમાં તે ૨% એસસી (સમર્થ), ૫% ઈસી (કોન્ટાફ, સીતારા, મેઇનેક્ષ ઇસી, કોનક્વેર, એલર્ટ, હેક્ષાસ્ટાર, ડેન્ઝોલ, એવન, ટોટલ, કોરાઝોલ ઇસી, હેક્ષાફાઇન, ટોપર, હેક્ષામેક્ષ, હેક્ઝોલ, ફોર્સ, હેક્ષાધન) અને ૫% એસસી (કોન્ટાફ પ્લસ, મેઇનેક્ષ એસસી, સીતારા પ્લસ, ક્રીઝોલ++૫, એલર્ટ પ્લસ, હેક્ષાસ્ટાર પ્લસ, ક્રાયઝોલ, કોરોહેક્ષા પ્લસ, ગ્લો પ્લસ, ડેન્ઝોલ પ્લસ, એવન પ્લસ, ફોર્સ પ્લસ, ટ્રીગર પ્રો, કોરાઝોલ એસસી, હેક્ષાફાઇન એસસી, લાઇફ કેર, ટોપર પ્લસ, ફ્લોમેક્ષ, માસ પ્લસ, હેક્ઝોલ ગોલ્ડ) જેવા બજારૂં નામે મળે છે.
ઉપયોગ માટે ભલામણઃ
સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ બોર્ડ (CIB) મુજબ : મરચી (ભૂકી છારો, પરિપક્વ ફળનો સડો), બટાટા (આગોતરો અને પાછોતરો સુકારો), ડાંગર (કરમોડી, પાનનાં પર્ણ છેદનો સૂકારો અને કોહવારો), મગફળી (ટીક્કા / પાનનાં ટપકાં, આંબો (ભૂકી છારો), સોયાબીન (ગેરૂ) વગેરે રોગોના નિયંત્રણમાં વપરાય છે.
ઉપયોગ માટે ભલામણ:
આપણે ત્યાં કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબઃ મગ, અડદ, ગુવાર,તલ, રાઈ, લસણ, ધાણા, જીરૂ બોર, આંબો (ભૂકીછારો), તલ(અલ્ટરનેરીયાથી થતા પાનનાં ટપકા), મગફળી (ઉગસુકનો રોગ, થડનો સડો, ટીક્કા, ગેરૂ) વગેરે પાકમાં રોગોનાં નિયંત્રણ માટે છંટકાવની ભલામણ થયેલ છે. સામાન્ય રીતે જુદા જુદા પાકોમાં રોગ નિયંત્રણ માટે હેકઝાકોનાઝોલનો ૧૦-૨૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવામાં આવે છે .



















