aries agro

મરચીની ખેતી માટે આપણે પહેલા વાત થઇ તે પ્રમાણે કાળી ચીકણી માટી ને બદલે  સારા નિતાર વાળી જમીન માફક  છે અથવા જ્યાં પાણી નો નિતાર સારી રીતે થતો હોઈ તેવી સારા ઓર્ગનિક મેટર સાથેની જમીન હોય તે પડું પસંદ કરાય

તમારી જમીન નો પી એચ 6.5 થી 7.5 સુધી નો હોઈ તેવી જમીન માં મરચી નો પાક સારો થાય છે , મરચી માટે જમીન ની પસંદગીની વાત છે ત્યારે એટલું યાદ રાખો કે મરચી માં જમીનજન્ય રોગકારક જેવાકે ફુગ , વાયરસ , બેક્ટેરિયા લાગવાની શક્યતા વધુ છે તેથી જમીનની પસંદગી સારી કરો તમે બીજી જમીન પસંદ કરીના શકો તેમ હો તો એટલું તો કરી શકોને કે જ્યાં મરચી વાવેતર કરવાની છે ત્યાં ટામેટા , રીંગણાં , બટેટા , કપાસ કે સોયાબીન નું વાવેતર છેલ્લા 3 વર્ષ માં ના કરેલું હોય ,

પાક ફેરબદલી એટલે જરૂરી છે કે જમીનજન્ય રોગો તાજેતરના પાક માં ઓછા નુકશાન કરે , યાદ છે આપણે આ અગાવ કીધું તું કે અત્યારે કોઈ  પાક પૂરો થાય તેમ હોય તો તે પાકના  જડીયાનો સંપૂર્ણ નિકાલ કરવા તરતજ ગ્લયફોસેટ છાંટી ને નાબૂદ કરી દો ,


હવે તમે કહેશો અમારે તો કપાસ વાળું પડું છે અને સાંઠી ખેંચી લીધા પછી ખેતર તપેલું છે , ઊંડી ખેડ કરી છે , છાણીયું પૂરું ભર્યું છે તો તમને કહેવાનું કે તો પણ તમારે જમીનજન્ય રોગ આવશે , જો તમારી જમીનમાં ગયા વર્ષે
ફાયટોપથોરા આવેલ હોય તો તે જમીનમાં મરચી આવર્ષે કરતા નહિ , મરચી માં ફાયદો લેવો હોઈ તો પાળા કરી મરચી વાવજો , બાકી પાક ફેરબદલી કરવી જરૂરી છે

આ વર્ષના અનુભવે આવતા વર્ષે પણ મરચીની ખેતી સારી થશે તો આજથીજ નક્કી કરો કે ખેતરની વાત ચેનલ સાથે જોડાઈને આવતા વર્ષની ખેતી પાળા ઉપર,મ્લચીંગ , ટેકા પદ્ધતિથી કરીને ખૂબસારું ઉત્પાદન લેવું છે , તો કરો તૈયારી

વાંચતા રહો આપણી મરચીની ચેનલ ખેતરની વાત
——xxxx——
તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

લસણની લણણી

લસણ નો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થાય છે. લસણનો પાક ઉપરના ભાગોથી પીળા કલરનો કે બજરીયા કલરનો થાય અને સુકાય જાય એટલે પાક લણણી માટે તૈયાર થઈ ગયો એમ કહેવાય.

વધુ વાંચો....

શું જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે?

શું માત્ર ખાતર નાખવું પૂરતું છે ? આપણે એવું વિચારીએ છીએ કે જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે, પણ હંમેશા એવું હોતું નથી. તમે જમીનમાં જે ખાતર નાખો છો

વધુ વાંચો....

ખારેકની ખેતી ટીસ્યુ કલ્ચરના રોપા દ્વારા કેમ ?

અમુક વૃક્ષોમાં નરફૂલો અને માદાફૂલો એમ અલગ અલગ હોય છે. જ્યારે ખારેકના વૃક્ષમાં આખે આખા વૃક્ષો જ જોજોબાની જેમ નર અને માદાના અલગ અલગ હોય છે. બન્ને વૃક્ષો થડિયે, પાંદડે, રંગે, દેખાવે

વધુ વાંચો....

હળદર ઉપચાર (કયોરિંગ)ની પરંપરાગત પદ્ધતિ

ઉપચારની પરંપરાગત પદ્ધતિમાં, સાફ કરેલા રાઇઝોમ્સને જ્યાં સુધી સંપૂર્ણ ડૂબે નહિ ત્યાં સુધી પાણી નાખીને ઉકાળવાની શરૂઆત કરવામાં આવે છે. જ્યારે થોડી તદ્દન અલગ પ્રકારની સુગંધ આવે અને સફેદ ફીણ આવવા લાગે

વધુ વાંચો....

વૃક્ષોમાં કેળવણી પ્રક્રિયા એ શું છે ?

વૃક્ષના રોપા કે કલમને જમીનમાં રોપણી કર્યા પછી તે યોગ્ય રીતે વધે, વિકસે, ઉંચું જાય અને વ્યવસ્થિત ઘટા બંધાય તે માટેની ખેડૂતો તરફથી રખાતી તકેદારીને ‘ કેળવણી ’ કહેવાય. ઝાડનું થડ નમી

વધુ વાંચો....

બ્રોકલીની ખેતી માટે જમીનની જરૂરીયાત 

બ્રોકલી ને બધા જ પ્રકારની જમીન માફ્ક આવે છે તેમ છતાં ફ્ળદ્રુપ, સારા નિતારવાળી અને પાણીનો ભરાવો ન થાય તેવી રેતાળ ગોરાડુ અને બેસર જમીન વધારે માફક આવે છે. જમીનનો પીએચ ૬-૭

વધુ વાંચો....

લસણની રોપણી, રોપણી અંતર અને બીજનો દર

લસણનું ઉત્પાદન રોપાણ જગ્યા અને જાત પર આધાર રાખે છે, સામાન્ય રીતે બે ચાસ વચ્ચે ૧૦ સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે ૭.૫ સે.મી. નું અંતર રાખી રોપણી કરવી, અંતર ઓછું રાખવાથી

વધુ વાંચો....

ગુજરાતનો પ્રખ્યાત એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

આ મહિનાની એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં વિદેશની કંપનીના સ્ટોલ, કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ

વધુ વાંચો....

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks