
હજુ વધારે સમય નથી થયો, જ્યારે થોડા જ કલાકોના વરસાદમાં આખું સુરત તણાઈ ગયું હતું . તે જંગલમાં વસેલું કોઈ અનામી શહેર નથી. દેશનું અત્યાધુનિક શહેર છે. ત્યાં હવામાન વિભાગ તો હશે જ ને. તેને એ ખબર પડવી જોઈતી હતી કે શહેરની ઉપર આટલા જે વાદળો ભેગા થઈ રહ્યા છે, તે કહેર વર્તાવી શકે છે. વળી ત્યાં હવાઈ મથક પણ છે. તેમની પોતાની એક હવામાન પ્રણાલી હોય છે જે જણાવે છે કે ક્યારે ભારે વરસાદ પડશે, ક્યારે કરા પડશે અને ક્યારે તેજ હવાઓ ચાલશે. તો હવાઈ મથકને પણ ખબર ન પડી. શું તેઓ સૂઈ રહ્યા હતા? ના. બધું એટલી જલ્દીથી થયું કે તેઓ કોઈ ભવિષ્યવાણી જ ન કરી શક્યા. તમામ આધુનિક યંત્રો હોવા છતાં.
















