aries agro

દૂધાળા પશુઓનો આહાર

પશુપાલન વ્યવસાયમાં ૬૦ થી ૭૦% ખર્ચ ખોરાકનો થાય છે. માટે તેમાં શક્ય તેટલી કરકસર અને કાળજીની ખાસ જરૂર રહે છે. દૂજણા પશુઓનો આહાર મુખ્યત્વે ઘાંસચારો, દાણા અને ક્ષાર મિશ્રણનો બનેલો હોય છે.
દૂધાળ ઢોરને રોજ તેના વજનનાં ૨.૫ % જેટલા સૂકા ચારા (ડ્રાય મેટર)ની જરૂર પડે છે. જાનવરની કુલ જરૂરિયાતના ત્રીજો ભાગ લીલો ચારો હોવો જોઇએ એટલે કે દૂજણા ઢોરને દૈનિક ઓછામાં ઓછા ૨૦ કિ.ગ્રા. લીલો આધુનિક ચારો આપવો જોઇએ. તેમાં પણ શક્ય હોય તો ૪ થી ૭ કિ.ગ્રા. રજકો/ચોળી/ગુવાર અને ૮ થી ૧૨ કિ.ગ્રા. મકાઇ/જુવાર/ઓટ આપવા જોઇએ.એટલે કે એક ભાગ કઠોળ વર્ગ અને બે ભાગ ધાન્ય વર્ગનો ઘાંસચારો આપવો જોઇએ. આમાંથી દૂજણા ઢોરને જોઈતું પ્રોટીન, કેલ્સિયમ અને વિટામિન્સ મળી રહે છે.
દૂધાળા ઢોરને સૂકો ચારો દરરોજ ખાય તેટલો આપવો જોઇએ.લીલાચાર અને સૂકાચારને ટુકડાં કરી, મિશ્ર કરી આપવાથી ચારાનો બગાડ અટકશે
લીલાચારની અછતમાં સાયલેજ અને ઉનાળામાં મળતાં લીલા ઝાડ પાન પણ લીલાચારા તરીકે ખવડાવી શકાય. પશુનો ચારો તાજો,સારો,સ્વચ્છ હોવો જોઇએ અને બગડેલો કે ફૂગવાળો ન હોવો જોઇએ.
સાયલેજ (ઘાસ ચારનું અથાણું)
ધાન્ય વર્ગના પાકોને સાયલોપીટ અથવા સાયલો બેગમાં નાના નાના ટુકડાં કરી ભરવામાં આવે છે. ભરતી વખતે આ ઘાસચારાના ટુકડાં સાથે ૧ ટકા મીઠું તથા ૩ ટકા ગોળની રસી ઉમેરવી.સાયલાને આ રીતે ભર્યા પછી પ્લાસ્ટીકથી હવા ચુસ્ત રહે તે રીતે ૨૧ દિવસ સુધી ઢાંકી રાખવું.ત્યારબાદ પશુ આહાર તરીકે ઉપયોગ કરવો.
પરાળ કે કડબની યુરીયા પ્રક્રિયા
૪ કિ.ગ્રા. યુરીયા ૫૦ થી ૬૦ લી. પાણીમાં ઓગળી ૧૦૦ કિ.ગ્રા. પરાળ કે કડબ પર છંટકાવ કરવો.આ રીતે ૧૦૦ કિગ્રાના થર પર થર કરી દર વખતે યુરીયા છંટકાવ કરી ૨૧ દિવસ સુધી પ્લાસ્ટિક કંતાનથી ઢાંકી હવા ચુસ્ત રાખવું.છ માસથી ઉપરના પશુને ૨૫ દિવસ બાદ ખવડાવવું.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

લસણની લણણી

લસણ નો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થાય છે. લસણનો પાક ઉપરના ભાગોથી પીળા કલરનો કે બજરીયા કલરનો થાય અને સુકાય જાય એટલે પાક લણણી માટે તૈયાર થઈ ગયો એમ કહેવાય.

વધુ વાંચો....

શું જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે?

શું માત્ર ખાતર નાખવું પૂરતું છે ? આપણે એવું વિચારીએ છીએ કે જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે, પણ હંમેશા એવું હોતું નથી. તમે જમીનમાં જે ખાતર નાખો છો

વધુ વાંચો....

ખારેકની ખેતી ટીસ્યુ કલ્ચરના રોપા દ્વારા કેમ ?

અમુક વૃક્ષોમાં નરફૂલો અને માદાફૂલો એમ અલગ અલગ હોય છે. જ્યારે ખારેકના વૃક્ષમાં આખે આખા વૃક્ષો જ જોજોબાની જેમ નર અને માદાના અલગ અલગ હોય છે. બન્ને વૃક્ષો થડિયે, પાંદડે, રંગે, દેખાવે

વધુ વાંચો....

હળદર ઉપચાર (કયોરિંગ)ની પરંપરાગત પદ્ધતિ

ઉપચારની પરંપરાગત પદ્ધતિમાં, સાફ કરેલા રાઇઝોમ્સને જ્યાં સુધી સંપૂર્ણ ડૂબે નહિ ત્યાં સુધી પાણી નાખીને ઉકાળવાની શરૂઆત કરવામાં આવે છે. જ્યારે થોડી તદ્દન અલગ પ્રકારની સુગંધ આવે અને સફેદ ફીણ આવવા લાગે

વધુ વાંચો....

વૃક્ષોમાં કેળવણી પ્રક્રિયા એ શું છે ?

વૃક્ષના રોપા કે કલમને જમીનમાં રોપણી કર્યા પછી તે યોગ્ય રીતે વધે, વિકસે, ઉંચું જાય અને વ્યવસ્થિત ઘટા બંધાય તે માટેની ખેડૂતો તરફથી રખાતી તકેદારીને ‘ કેળવણી ’ કહેવાય. ઝાડનું થડ નમી

વધુ વાંચો....

બ્રોકલીની ખેતી માટે જમીનની જરૂરીયાત 

બ્રોકલી ને બધા જ પ્રકારની જમીન માફ્ક આવે છે તેમ છતાં ફ્ળદ્રુપ, સારા નિતારવાળી અને પાણીનો ભરાવો ન થાય તેવી રેતાળ ગોરાડુ અને બેસર જમીન વધારે માફક આવે છે. જમીનનો પીએચ ૬-૭

વધુ વાંચો....

લસણની રોપણી, રોપણી અંતર અને બીજનો દર

લસણનું ઉત્પાદન રોપાણ જગ્યા અને જાત પર આધાર રાખે છે, સામાન્ય રીતે બે ચાસ વચ્ચે ૧૦ સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે ૭.૫ સે.મી. નું અંતર રાખી રોપણી કરવી, અંતર ઓછું રાખવાથી

વધુ વાંચો....

ગુજરાતનો પ્રખ્યાત એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

આ મહિનાની એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં વિદેશની કંપનીના સ્ટોલ, કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ

વધુ વાંચો....

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks