
ખેતીમાં કમાલ તો ત્યારે થશે જયારે આપણા ખીચામાં રહેલા મોબાઈલ આપણને સંદેશો આપશે કે કાલે વહેલી સવારે 4 ને 20 મિનિટે તમારા ખેતરમાં ઝાકળ પડશે , ઝાકળ પડ્યા પછીના ત્રીજા દિવસે તમારી મરચીમાં એન્થ્રેકનોઝનો ચેપ લાગશે ! તમારા ખેતર માં છાંટવા ફલાણી ફલાણી દવા લાવી રાખો અને ચોથા દિવસે ડ્રોનમાં ભરી દેજો એટલે ડ્રોન ઘાટો છંટકાવ કરશે .બોલો હવામાન સાથે તમારી ખેતીને આ એઆઈ દવારા એટલો બધો લાભ થશે કે પાકના રોગો અને જીવાત સામે નિયંત્રણ લેવાનું સહેલું થઇ જશે એટલે કે પાણી પહેલા પાળ બંધાશે એટલે તમે મોબાઈલ એપમાં નોંધાવેલ પાકનું ઉત્પાદન પણ વધશે .

















