aries agro

જીવાત નિયંત્રણ માટે ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ કે જે ટૂંકમાં એનપીવી તરીકે ઓળખાય છે. ખાસ કરીને ફૂદા-પતંગિયાની ઈયળ અવસ્થા સામે એનપીવીનો ઉપયોગ થાય છે. આવા વિષાણુ આધારિત જૈવિક કીટનાશક જે તે જીવાત માટે ખાસ/વિશિષ્ટ પ્રકારના હોય છે. દા.ત. લીલી ઈયળ માટેનું એનપીવી ફક્ત લીલી ઈયળમાં જ રોગ પેદા કરે છે. તેની અસર લશ્કરી ઈયળ કે અન્ય કોઈપણ કીટકોની ઈયળ અવસ્થા પર જોવા મળતી નથી. બીટીની માફક એનપીવી પણ એક જઠરવિષ છે. તેથી તેનું જઠરમાં જવું જરૂરી છે. વિષાણુયુક્ત ખોરાક સાથે એનપીવી યજમાન કીટકના જઠરમાં પહોંચે છે. જીવાતના આંતરડામાં રહેલ આલ્કલાઈન માધ્યમમાં વિષાણુમાં રહેલ વિષ કણો આંતરડાની દિવાલ કોરીને જીવાતની દેહગૃહમાં પહોંચે છે. જીવાતને રોગ લાગુ પડતા તે મૃત્યુ પામે છે.
છંટકાવ માટે વિષાણુનું દ્રાવણ બનાવવા માટે વપરાતા પાણીમાં અમ્લતાનો આંક (PH) ૭.૫ કરતા વધુ હોવો જોઈએ નહિ. અમ્લતાનો આંક વધુ હોય તો વિષાણુનો નાશ થવાની શક્યતા રહે છે. વિષાણુ પાન પર ચોંટી રહે અને તેની અસરકારકતા લાંબો સમય જળવાઈ રહે તે માટે દ્રાવણમાં ‘ટીપોલ’ કે ‘સેન્ડોવીટ’ ભેળવવામાં આવે છે. એનપીવીનો છંટકાવ હંમેશા સાંજના સમયે ઠંડે પહોરે કરવો હિતાવહ છે. વિષાણુનું દ્રાવણ સૂર્યપ્રકાશથી દૂર રાખવું જોઈએ. લાંબા સમય સુધી તેનો સંગ્રહ કરવો હોય તો અંધારામાં ઠંડકવાળી જગ્યાએ સંગ્રહ કરવો. એનપીવીનો છંટકાવ હંમેશા જીવાતની નાની અવસ્થા હોય ત્યારે કરવાથી તેની અસરકારકતા વધુ જોવા મળે છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

બેસીલસ થુરીન્જીન્સીસ બીટી જીવાણું – કૃષિવિજ્ઞાન ટીપ્સ

વિવિધ રોગકારકોમાં જીવાણુ (બેકટેરીયા) થી જીવાતોમાં થતા રોગનું સૌથી વધુ મહત્વ રહેલું છે. જુદા જુદા જીવાણુઓ પૈકી બેસીલસ થુરીન્જીન્સીસ કે જે ટૂંકમાં બીટી તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ ….

વધુ વાંચો....

મિત્ર કીટક ક્રાયસોપા ખુબ ઉપયોગી – કૃષિવિજ્ઞાન ટીપ્સ

મિત્ર કીટક ક્રાયસોપા (ક્રાયસોપર્લા) એ મોલોનું અગત્યનું પરભક્ષી કીટક ગણાય છે. જો કે મોલો ઉપરાંત તે થ્રિપ્સ, તડતડીયાં, ચિકટો (મીલીબગ) અને પાનકથીરી જેવી પોચા શરીરવાળી જીવાતો ….

વધુ વાંચો....

ઈસબગુલ : અગત્યનો રોકડીયો પાક

ઈસબગુલને સ્થાનિક ભાષામાં ‘ઘોડા જીરૂ’ કહે છે. ઈસબગુલ એ આપણા દેશમાં ખેતી હેઠળના બધા જ ઔષધિય પાકોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અતિ મહત્વનો પાક છે. ગુજરાત, રાજસ્થાન, ઉપરાંત મ પ્રદેશ તથા હરિયાણામાં

વધુ વાંચો....

સાયલેજ બનાવવાના ફાયદા

(૧) કોઇ પણ ૠતુમાં સાયલો બનાવી શકાય છે. (૨) લીલાચારાને લાંબા સમય સુધી એ જ સ્થિતીમાં સાચવી શકાય છે. (૩) સાયલોમાં લીલાચારાના મહત્તમ પોષકતત્વ સાચવી શકાય છે. (૪) ચોમાસા પછી પુષ્કળ લીલો

વધુ વાંચો....

ફાર્મ ઈનપુટ : ચીકણા પિંજર – સ્ટીકી ટ્રેપની ઉપયોગિતા

ડો.બી.જી.પ્રજાપતિ, નિવૃત્ત કિટકશાસ્ત્રી,૨૩, સૌન્દર્ય પેલેસ, અવસર પાર્ટી પ્લોટની પાછળ, મોઢેરા રોડ, મહેસાણા – ૩૮૪૦૦૨, મોબાઈલ : ૯૪૨૭૩ ૭૫૦૯૩ ચીકણા પિંજર (સ્ટીકી ટ્રેપ) શું છે ? ચીકણા પિંજર (સ્ટીકી ટ્રેપ) એ એક કલર્ડ

વધુ વાંચો....

બાયોચાર કેવી રીતે અસરકારક બને છે

બાયોચાર – 1 જ્યારે પવન હળવો હોય ત્યારે યોગ્ય હવામાન પરિસ્થિતિઓ હેઠળ બાયોચાર લાગુ કરો. હળવા વરસાદની સ્થિતિમાં બાયોચાર લાગુ કરવું પણ મદદરૂપ થઈ શકે છે જ્યાં હળવા વરસાદથી બાયોચારની ધૂળ ભીની

વધુ વાંચો....

આધુનિક નિંદામણનાશકો

આધુનિક ખેતીમાં ખેડૂતો નીંદણનાશક રસાયણો વાપરતા થયા છે. ભાલમણ ન હોય અને વાપરવામાં આવે તો પાક પર તેની વિપરીત અસર થવાની સંભાવના રહે છે. જેમ કે ઘઉંના પાકમાં કલોડીનાફોટા પ્રોપારજીલ વાપરવાની ભલામણ

વધુ વાંચો....

ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસમાં પરાગનયન કેવી રીતે કરવું?

આપણ ને ખબર છે કે ટામેટાનાં ફૂલોમાં દરેક ફૂલની અંદર નર અને માદા બંને ભાગ હોય છે.. ખુલા ખેતર ની જતી અલગ હોય છે , ખુલા ખેતરમાં પવન , મધમાખી વગેરે ફલીની

વધુ વાંચો....

વાલોળ માટે ખાતરની જરૂરિયાત

આ પાકનો જીવનકાળ લાંબો હોવાથી હેક્ટરે ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આપવું. આ પાક કઠોળ વર્ગનો પાક હોવાથી નાઈટ્રોજનયુકત ખાતરની ખાસ જરૂરિયાત રહેતી નથી. આમ છતાં રાસાયણિક ખાતરોમાં પ્રતિ

વધુ વાંચો....

ગુજરાતનો પ્રખ્યાત એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

આ મહિનાની એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં વિદેશની કંપનીના સ્ટોલ, કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ

વધુ વાંચો....

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks