
કાર્ય પધ્ધતિ :
“એઝોક્સીસ્ટ્રોબીન’ એ સ્ટ્રોબીલુરીન્સ જુથના ફૂગનાશકોમાં સમાવેશ થતું અગત્યનું શોષક પ્રકારનું ફૂગનાશક છે જે ખેતી પાકોમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. એક સક્રિય એજન્ટ તરીકે આ ફૂગનાશકનો ઉપયોગ ખેતી પાકોમાં ફૂગથી થતા રોગો સામે રક્ષણ આપવા માટે થાય છે.
માઇટોકોન્ડ્રીયલ ઇલેક્ટ્રોન પરિવહન સાંળના કોમ્પલેક્ષ ઇંઇંઇં ના ક્્યુઓ સાઇટને ખૂબ જ સખત રીતે જકડાઇ જાય છે, જેના પરિણામે એટીપીનું ઉત્પાદન/સંશ્લેષણને અટકાવી શકાય છે.
એઝોક્સીસ્ટ્રોબીન તમામ જાણીતા એન્ટીફંગલ્સની ગતિવિધિનું વ્યાપક સ્પેક્ટ્રમ ધરાવે છે. આ ફૂગનાશક ફૂગના ચાર મુખ્ય જૂથો (એસ્કોમાયકોટા, ડ્યુટેરોમાયકોટા, બેસીડીયો માયકોટા અને ઉમાયકોટા) સામે રક્ષણ કરવાની અસાધારણ ક્ષમતા ધરાવે છે.
બનાવટો :
આ ફૂગનાશક ૨૩% એસસી (સોલ્યુબલ કોન્સેન્ટ્રેટ એટલે કે ઓગળી શકે તેવુ સાંદ્રત પ્રવાહી) સ્વરૂપે ઉપલબ્ધ છે.
વ્યાપારી નામો :
બજારમાં તે એમીસ્ટાર, સારસ, મીરાડોર, એઝોગ્રો, સ્કેનના બજારૂં નામે મળે છે.
ઉપયોગ માટે ભલામણ:
સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ બોર્ડ મુજબ : કાકડી (તળછારો, ભૂકી છારો), મરચી (કાલવ્રણ, ભૂકી છારો), આંબો (કાલવ્રણ, ભૂકી છારો), ટામેટી (આગોતરો અને પાછોતરો સૂકારો), બટાટા (પાછોતરો સૂકારો), જીરૂ (કાળી ચરમી, ભૂકી છારો) વગેરેના રોગ નિયંત્રણ માટે એઝોક્સીસ્ટ્રોબીન વપરાય છે.
ઉપયોગ માટે ભલામણ
(ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓની સંશોધન આધારિત ભલામણો મુજબ) : તમાકુ (ધરૂનો કહોવારો) અને જીરૂ (ચરમી)ના પાકમાં રોગના નિયંત્રણ માટે છંટકાવની ભલામણ થયેલ છે. સામાન્ય રીતે તેનો છંટકાવ ૧૦ મિ.લિ./૧૦ લિટર પાણી પ્રમાણે કરવામાં આવે છે. બીડી તમાકુ સંશોધન કેન્દ્ર, આકૃયુ, આણંદ દ્વારા બીડી તમાકુના ધરૂવાડીયામાં કોહવારાના નિયંત્રણ માટે એઝોક્સીસ્ટ્રોબીન ૨૩% એસસી ફૂગનાશકની ૧૦ મિ.લિ./૧૦ લિટર પાણી/૧૦૦ ચો.મી. પ્રમાણે જરૂરિયાત મુજબ બે થી ત્રણ છંટકાવ રેલાવીને કરવાની ભલામણ થયેલ છે.


















