રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી બે છંટકાવ ૧૫-૨૦ દિવસના અંતરે કરવા. બાજરી કુતુલ/ તળછારો રોગ જણાય તો મેટાલેક્ષીલ એમઝેડ ૭૨ વેપા 25 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ પાનની ઉપર તેમજ નીચેના ભાગે છંટકાવ કરવો.

રોગ : મગફળી માં ગેરૂ
ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 10 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ ૧૨ થી ૧૫ દિવસના અંતરે કરવા.















