
એક વધુ અજાયબી જેવી વાત સાંભળો ૨૦૦૯માં સ્કાયવોટર કંપની દ્વારા ભેજમાંથી રોજ ૨૦,૦૦ લિટર હવામાંથી પીવાલાયક પાણી છૂટું પાડવાની ટેક્નૉલૉજી વિકસાવી . હવા માંથી સીધું પીવાનું પાણી , શું આ વિજ્ઞાનની ખૂબી નથી ? આવું છાપાવાળા કે ન્યુઝ વાળા આપણને કેમ કહેતા નથી ? અને બીજું આ પણ સાંભળો સિંગાપોરમાં લેબોરેટરીમાં મરઘીનું માંસ બનાવ્યું બોલો મરઘી મારવાની જરૂર નહિ . આને લેબ ચિકન કહેવાય છે . ખેતીમાં CRISPR ક્રાંતિના લીધે કોઈ પણ સારી જાતના બિયારણમાં કોઈ એકાદો ખરાબ ગુણના ખરાબ જીન્સને દૂર કરીને સારી જાત હવે બનશે દા .ત . એક મરચીની જાત ખુબ સારું ઉત્પાદન આપતી હોય પણ તેમાં ડાઘીનો રોગ આવવાનું ખરાબ જીન હોય તો વૈજ્ઞાનિકો તે ખરાબ જીન દૂર કરીને એવી નવી મરચીની જાત બનાવશે કે એમાં ડાઘીનો રોગ આવશે નહિ પણ ઉત્પાદન મળતું હતું તે તો મળશેજ , પહેલા આવું થતું ન હતું કારણકે નવી જાત શોધે તેમાં સંકરણ કરે ત્યારે બીજું કૈક વધારાનું આવી જતું અને વૈજ્ઞાનિકોને સારું શોધતા વર્ષો લગતા અને હવે નઠારું ની બાદબાકી સહેલી બનશે . આવું માણસના રોગો સારા કરવામાં પણ થશે . છેને વિજ્ઞાનની સારી શોધ? છેને કમાલ ! .


















