aries agro

અમરવેલ પૂર્ણ પરજીવી આક્રમક નીંદણ છે. વિશ્વમાં અમરવેલની લગભગ ૧૦૦ પ્રજાતિઓ છે. બીજ ૮-૧૦ વર્ષ જીવીત રહી શકે છે. બીજના ઉગાવા માટે કોઈ ઉત્તેજકની જરૂર રહેતી નથી. અમરવેલના ઊગતાં મૂળ પાના મૂળ સાથે સીધું જોડાણ કરે છે. અમરવેલનો એક છોડ ૨ કિ.મી. સુધી લંબાઈ શકે છે. રજકો મુખ્ય યજમાન પાક છે, ઉપરાંત બરસીમ, રાતલ, અળસી, મગ, અડદ, ચણા તેમજ ઘણાં વૃક્ષો, સુપોમાં પણ જોવા મળે છે. તેનો ફ્લાવો બીજ તથા ટુક્કાં મારક્ત થાય છે. 

નિવારણ : અમરવેલ મુક્ત બીજનો ઉપયોગ કરવો જોઈએ. ઉપદ્રવિત વિસ્તારમાંથી બિન-ઉપદ્રવિત વિસ્તાર તરફ સ્થળાંતર કરતાં પહેલાં કૃષિ મશીનરીની સફાઈ અને બીજ ઉત્પાદન પહેલાં અસ્તિત્વમાં રહેલ વસ્તીને નિયંત્રિત કરવી જેથી અમરવેલના બીજનો ફ્લાવો ના થાય. 

અમરવેલ નિયંત્રણ માટે સામાન્ય પ્રી-ઈમરજન્સા નીંદણનાશકો પ્રોનામાઈડ, ટ્રાયલ્યુરાલીન અને પેન્ટીમીથાલીન સામેલ છે. ડીસીસીએ, પેલાગોનિક એસિડ, ઈમાઝાયોક્સ, ઈમાઝથાપાયર અથવા પરાક્વોટનો પોસ્ટ-ઈમરજન્સ તરીકે ઉપયોગ કરી શકાય છે. જ્યાં ઉપદ્રવ હોય ત્યાં ગ્લાયકોસેટનો છંટકાવ કરવાથી અમરવેલનું સારું નિયંત્રણ કરી શકાય છે. શક્ય હોય તો એક ઓરવાણ પિયત આપી. ઊગેલાં નીંદણો કરબ ચલાવી નાશ કરવાં. એકદળી પાક (ઘઉં, બાજરો, જવ)ની ફેરબદલી કરવી તથા સૂર્યમુખી, ગુવાર કે શણના પાકનું વાવેતર કરવું. આંતરવેલ ગ્રસ્ત નુકસાન પામેલ છોડ દૂર કરવા તથા તે ભાગ બાળી નાશ કરવો. પેરાક્વોટ ૪૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં દ્રાવણ બનાવી રજકાની કાપણી બાદ છંટકાવ કરી ૨ દિવસ પિયત આપવું જેથી સ્પર્શક દવાથી પરજીવી મરી જાય છે. રજકાના પાકમાં આંતરવેલના નિયંત્રણ માટે પેડીમીથાલીન ૦.૫ કિ.ગ્રા./હે. (૧૦ લિટર પાણીમાં ૩૩ મિ.લિ. દવા) રજકાની વાવણી બાદ ૧૦ દિવસે છંટકાવ કરવો. તેલીબિયાનાં પાકોમાં પેડીમીથાલીન ૦.૯ કિ.ગ્રા./હે. (૧૦ લિટર પાણીમાં ૬૦ મિ.લિ. દવા) વાવણી બાદ પરંતુ પાક અને નીંદણ ઊગ્યા પહેલાં છંટકાવ કરવો.  

સાભાર ડો. આર.કે. માથુકીયા

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ખેતી પાકોમાં કૃમિથી જીવાત નિયંત્રણ

આજના ઝડપી યુગમાં મોટાભાગના માણસો માનતા હોય છે કે, ફકત રાસાયણિક જંતુનાશક દવાથી જ જીવાતોનું ઝડપી અને સફળ નિયંત્રણ થઇ શકે છે. પરંતુ વાસ્તવમાં હકીક્ત તદન જુદી છે. જૈવિક નિયંત્રણ ભલે ધીમી

વધુ વાંચો....

દાડમ : ફૂગથી થતા પાન અને ફળના ટપકાં

રોગની શરૂઆત જણાય કે તરત જ કાર્બેન્ડાઝીમ (૧૫ ગ્રામ) અથવા ડાયફેનકોનાઝોલ (૧૫ મીલી) અથવા પ્રોપીકોનાઝોલ (૧૫ મીલી) ૧૫ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. બીજા છંટકાવ વારાફરતી ૧૫ દિવસના અંતરે કરવા.

વધુ વાંચો....

દિવેલાનો સૂકારો

છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો.  સૂકારા સામે પ્રતિકારક  બીજની જાત ગુજરાત દિવેલા સંકર 7  જાતનું વાવેતર કરવું.  પહેલાં કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ અથવા ટ્રાયકોડર્મા વીરીડી જૈવિક નિયંત્રકનો ૧૦ ગ્રામ

વધુ વાંચો....

ગુલ્લીદંડા – નીંદણોનું નિયંત્રણ : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

નીંદણોનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા, શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ (મો.)

વધુ વાંચો....

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-2

પ્રિ-પ્લાન્ટ : કોઇપણ પાકમાં પાકની વાવણી કે રોપણી પહેલા જમીનના ઉપરના સ્તર પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. નીંદણનાશક દવાની અસરકારકતા વધારવા છંટકાવ બાદ પંજેઠી વડે જમીનના ઉપરના સ્તરમાં ભેળવી દેવામાં

વધુ વાંચો....

નિંદણ : નીંદણ નિયંત્રણના વિવિઘ ઉપાયો

 અવરોઘક ઉપાયો : નીંદણ નિયંત્રણની આ પધ્ધતિમાં નીંદણના બીજ યા પ્રસર્જન માટે વાનસ્પતિક ભાગો ઉપદ્રવિત વિસ્તારમાંથી નીંદણમુક્ત વિસ્તારમાં ન ફ્લાય તેવા ઉપાયો કરવામાં આવે છે જે ઓછા ખર્ચાળ અને સરળતાથી અપનાવી શકાય

વધુ વાંચો....

નીંદણનાશક દવા ભલામણ કરેલ જથ્થા કરતા જો વધારે વાપરવામાં આવે તો……

* દવાની ઝેરી અસરને લીધે પાક અંશતઃ અથવા સંપૂર્ણ નાશ પામે છે. * પાકના વિકાસ અને વૃદ્ધિ પર માઠી અસર થતા ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. * જમીનમાં નીંદણનાશક દવાના અવશેષોની માત્રા

વધુ વાંચો....

ડાંગરમાં નીંદણ નિયંત્રણ 

* રોપાણ ડાંગરમાં અસરકારક નીંદણ નિયંત્રણ માટે ફેરરોપણી બાદ ૩૦ દિવસે એક વખત હાથ નીંદામણ શક્ય ન હોય તો ફેરરોપણી બાદ પાંચમા દિવસે બેન્થિઓકાર્બ હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. સક્રિય તત્ત્વ પ્રમાણે આપવું.

વધુ વાંચો....

નીંદણનાશક દવા અન્ય કૃષિ-રસાયણોથી અલગ પડે છે, કારણ કે……

કોઇપણ દવાની અસરકારકતા ફે સફ્ળતાનો મુખ્ય આધાર તે દવા ક્યારે (સમય), કેવી રીતે (પદ્ધતિ-રીત) અને કેટલી (જથ્થો) છાંટવી તેના પર રહેલા છે. નીંદણનાશક દવાઓના છંટકાવના જથ્થામાં થોડો ઘણો ફેરફાર કે ક્ષતિ રહી

વધુ વાંચો....

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ -1 

પ્રિઈમરજન્સ : કોઈપણ પાકમાં પાકની વાવણી સમયે કે વાવણી બાદ પાકના કે નીંદણના સ્ફૂરણ પહેલાં જમીન પર ભેજ હોય ત્યારે નીંદણનાશક દવા છાંટવાની પધ્ધતિને પ્રિઈમરજન્સ કહેવામાં આવે છે. જમીનમાં પૂરતો ભેજ હોવાના કારણે

વધુ વાંચો....
aries agro
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks