અમુક જાતિની ફૂગ બ્યૂવેરીયા બેસીયાના, લેકાનીસીલીયમ લેકાની, મેટારીઝીયમ એનીસોપ્લી અને નોમુરીયા રીલે પણ આપણી મદદ કરે છે તે જીવાતોમાં રોગ પેદા કરી તેની વસ્તીનું નિયંત્રણ કરે છે. આવી ફૂગ દ્વારા થતા રોગને ‘માયકોસીસ’ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને પોચા શરીરવાળી જીવાતોના નિયંત્રણ માટે ફૂગ આધારિત કીટનાશકોનો ઉપયોગ થાય છે. આવા કીટનાશકોને જ્યારે ભલામણ પ્રમાણે પાક પર છાંટવામાં આવે છે. ત્યારે મિત્ર ફૂગના બિજાણુ નુકસાનકારક જીવાતના સંપર્કમાં આવતા તે શરીર પર ચોંટી જાય છે. આવા બિજાણુંમાંથી ખાસ પ્રકારનો સ્રાવ ઉત્પન્ન થાય છે, જે જીવાતના શરીરના કાઈટીનયુક્ત બાહ્યાવરણને ઓગાળી નાખે છે. જેને લીધે ફૂગની કવકજાળ (Mycelium) જીવાતના શરીરમાં સહેલાઈથી અંદર પ્રસરે છે. તેમાંથી એક ખાસ પ્રકારનું ઝેરી તત્વ છુટું પડે છે. જે યજમાન જીવાતોનો નાશ કરે છે. આ મિત્ર ફુગના પરિણામો ભેજ વાળા વાતાવરણમાં સારા મળે છે .

કૃષિ સલાહકારો કેમ સાચું બોલતા નથી ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ
મોટાભાગના કૃષિ સલાહકારો હજુ પણ આપણને કહેતા નથી કે તમારી જમીનમાં પોષક તત્વો….
















