કાર્ય પધ્ધતિ :
“પ્રોપીનેબ’ એ ડાયથાયોકાર્બામેટ્સ જુથના ફૂગનાશકોમાં સમાવેશ થતું અગત્યનું બિનશોષક પ્રકારનું ફૂગનાશક છે. પ્રોપીનેબ ફૂગના ચયાપચયના વિવિધ સ્થાનો જેવા કે કોષકલા /કોષત્વચામાં કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન દ્રવ્યોના ચયાપચયમાં શ્વસન શૃંખલાના ઘણા બધા પોઇન્ટ્સ પર દખલ કરે છે. પ્રોપેનેબની બહુ-સ્થાનિય સંપર્ક અસરના કારણે ફૂગ સામે પ્રતિકારનો વિકાસ અટકાવે છે.
બનાવટો :
પ્રોપીનેબ બજારમાં૭૦% ડબલ્યુપી (વેટેબલ પાઉડર એટલે કે પાણીમાં ભીંજવી શકાય તેવા ભૂકારૂપ)ના સ્વરૂપે ઉપલબ્ધ છે.
વ્યાપારી નામો :
પ્રોપીનેબ બજારમાં એન્ટ્રાકોલ, પ્રોક્ષીમેઇન, સાનીપેબ, ડોલ્બી, આરૂશ, સ્કેલ અને દેવીટ્રેક જેવા બજારૂં નામે મળે છે.
ઉપયોગ માટે ભલામણ:
સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ બોર્ડ (ઈઇંઇ) મુજબ : દાડમ (પાનનાં અને ફળના ટપકાં, બટાટા (આગોતરો અને પાછોતરો સૂકારો), મરચી (ડાયબેક), ટામેટી (બકઆઈ રોટ) અને ડાંગર (પાનના ભૂખરા ટપકાં વગેરે રોગોના નિયંત્રણમાં વપરાય છે.
ઉપયોગ માટે ભલામણ
(ગુજરાતની કૃષિ યુનિવર્સિટીની ભલામણો મુજબ): આપણે ત્યાં કૃષિ યુનિવર્સિટીઓના જુદા જુદા સંશોધન કેન્દ્રો ખાતેથી તમાકુ (સફેદ ચાંડી), જીરૂ (ચરમી), બટાટા (આગોતરો સૂકારો) પાકમાં રોગોનાં નિયંત્રણ માટે છંટકાવની ભલામણ થયેલ છે. સામાન્ય રીતે પ્રોપીનેબનો ૩૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવામાં આવે છે.

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    કાર્બેન્ડીઝીમ

    કાર્ય પધ્ધતિ :કાર્બેન્ડાઝીમ ફૂગ ઉપર વિવિધ પ્રકારની અસર ધરાવતું , શોષક/સર્વદૈહિક , રક્ષણાત્મક અને રોગહર/ઉપચારક ફૂગનાશક છે. તે ફૂગમાંકોષ વિભાજનની ક્રિયાને અવરોધે છે જેથી ફૂગની જનન-નલિકાઓનો વિકાસ, આસંબિંબનું નિર્માણ અને કવકજાળ/તંતુજાળની વૃધ્ધિ

    વધુ વાંચો....

    મેંકોઝેબ

    કાર્ય પધ્ધતિ :“મેન્કોઝેબ’ એ ડાયથાયોકાર્બામેટ્સ જુથના ફૂગનાશકોમાં સમાવેશ થતું અગત્યનું બિનશોષક પ્રકારનું ફૂગનાશક છે. મેન્કોઝેબ ફૂગનાશક બે ડાયથાયોકાર્બામેટ્સ, મેનેબ અને ઝાઇનેબનું મિશ્રણ છે. મેન્કોઝેબ, સ્પર્શધ્ન ફૂગનાશક છે. તે ફૂગ માટે ત્યારે જ

    વધુ વાંચો....

    કાર્બોક્ષીન

    કાર્ય પધ્ધતિ :કાર્બોક્ષીન ફૂગનાશક મુખ્યત્વે બીજજન્ય રોગોના નિયંત્રણ માટે વપરાય છે. કાર્બોક્ષીન ફૂગનાશક સક્સીનેટ ઓક્સિડેશનની સાઇટ પર અથવા તેની નજીકના મિટોકોન્ડ્રીયલ શ્વસનને અટકાવી ફૂગમાં શ્વસનની પ્રક્રિયાને વિક્ષેપિત કરે છે.બનાવટો :આ ફૂગનાશક ૭૫%

    વધુ વાંચો....

    સાયનોપાયરાફેન – એક આધુનિક કથીરીનાશક

    હરિયાળી ક્રાંતિના ઉદય પછી કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારાની સાથે સાથે કૃષિ રસાયણોનો પણ વપરાશ વધવા પામ્યો છે. ખાસ કરીને કૃષિ પાકોમાં આવતા વિવિધ જીવાત-રોગ અને નીંદણના નિયંત્રણ માટે જુદા જુદા કૃષિ રસાયણો

    વધુ વાંચો....

    ફેનપાયરોક્ષીમેટ

    ફેનપાયરોક્ષીમેટ દવા સૌ પ્રથમ નિહોન નોહયાકૂ કંપની દ્વારા ૧૯૯૦માં તૈયાર કરવામાં આવી હતી જ્યારે તેની નોંધણી ૧૯૯૧માં કરવામાં આવી હતી. ફેનપાયરોક્ષીમેટ એ પાયરેક્ષોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું નવીનતમ કથીરીનાશક છે.  

    વધુ વાંચો....

    ક્રોમાફેનોઝાઇડ

    એક જૂથની કીટનાશકનો સતત ઉપયોગ કરવામાં આવે તો તેની સામે રક્ષણ માટે પ્રતિકારક શક્તિ કેળવાય છે. આથી તેના ઉકેલ માટે વૈજ્ઞાનિકો જુદા જુદા ભૌતિક તેમજ રાસાયણિક બંધારણ ધરાવતી કીટનાશકની શોધ કરતા રહે

    વધુ વાંચો....

    પાકસંરક્ષણ વિશેષાંક : ફ્લુફેનોક્ઝુરોન

    ફ્લુફેનોક્ઝુરોન એક કથીરીનાશકની સાથે સાથે કીટનાશક તરીકે પણ કામ કરે છે. પરંતુ કૃષિમાં તે મુખ્યત્વે કીટનાશક કરતાં કથીરીનાશક તરીકે વધુ પ્રચલિત છે. આ કથીરીનાશક સૌ પ્રથમ વાર યુનાઈટેડ કિંગડમ (બ્રિટન) સ્થિત શેલ

    વધુ વાંચો....

    ટોલ્ફેનપાયરાડ

    ટોલ્ફેનપાયરાડ એ સૌ પ્રથમ ૧૯૯૧ માં મિત્સુબીસી કેમિકલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ. ટોલ્ફેનપાયરાડ એ પાયરાઝોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક છે. આ કીટનાશક કીફુન, ટોરાક વગેરે જેવા અલગ અલગ વ્યાપારી (બજારું)

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks