Visitors
Visitors

આજે મારે તમને બધાને પૂછવું છે આપણામાંથી કોણ કોણ વોટ્સઅપ વાપરે છે. ? કોણ ખેતીના ફેસબુક ગ્રુપમાં જોડાયેલા છે ? તો વડીલ સહિત લગભગ બધા ખેડૂતો હાથ ઉંચો કરે કારણ કે વોટ્સએપઅને ફેસબુક એ આજના કાળ નું સૌથી સારુંસોસીયલ મીડિયા છે . તમે બધા વિવિધ ગૃપમાં દા .ત . પીપળાના પાને જેવા લે વેચના ગ્રુપ , કલ્પેશ પટેલ ના ખેતીની વાત જેવા ફેસબુક ગ્રુપ અને સૌથી વધુ વંચાતું કૃષિવિજ્ઞાન મેગેઝીનના ફેસબુક અથવા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈને કૃષિ વિજ્ઞાન રોજ રોજ વાંચીને સારી ખેતી કરો છો . આપણી ખેતીમા પ્રોત્સાહક વાતોને તમે તમારા વોટસઅપ દ્વારા ફેલાવો, સારું હોય તે બીજા ને મોકલો . આજકાલ આગળથી આવેલું હોય તે બધું સાચું હોતું નથી . ધર્મ , રાજકારણ વગેરે ની પોસ્ટ સતત જે ગ્રુપ મૂકતું હોય તે ગ્રુપમાંથી વહેલાસર નીકળી જાવ તમારો સમય સારું અને સાચું કૃષિ જ્ઞાન મેળવવામાં વાપરો . આગળથી આવેલું જેવું તેવું બધુ ફોરવર્ડ કર્યા ન કરો, ટુંકમાં વોટ્સઅપમાં આવતું બધુ વાંચવું ખરુ પણ બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાંથી જેટલું લેવા જેવું હોય તે લેવું બાકીનું ડીલીટ કરી દેવું ?

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    વાવાઝોડું આવી રહ્યું છે એવા ખબર મળ્યેથી તાત્કાલિક ઉપાયો કેવા લેવાય ?

    રહેણાક, ફરજા, કોઢ, મજૂર-ક્વાર્ટર, ગોડાઉન, મશીનરૂમ, વગેરેનાં નળિયાં,મોભિયાં, પતરાં નીચેથી પવન ભરાઇ, ઊડી ન જાય માટે નીચેની દીવાલ કે થાંભલાનો આધાર હોય ત્યાં ઉપર વજન મૂકી દેવું. ડેલાને સજ્જડરીતે બંધ કરી દેવો.

    વધુ વાંચો....

    કાયમ ખાતે ફળબાગ વાવાઝોડાથી બચી શકે તેવું થઇ શકે ?

    ફળબાગ વાવાઝોડાથી બચી શકે માટે આપણે એવું આયોજન કરીએ કે આખા ફળબાગને ફરતી ચારેબાજુ પવન અવરોધક પટ્ટી હોય, બાગમાં વચ્ચે પણ આડી-ઊભી ચોકડી રૂપે એક ઊંચી જીવંત પટ્ટી હોય, જેથી અંદરના ઝાડને

    વધુ વાંચો....

    દુકાળ વખતે ફળબાગને બચાવી લેવા શું કરવું ?

    પ્રાપ્ય પાણીનો થોડો જથ્થો હોય તેનું ટપક પદ્ધતિથી પિયત અને ખામણાંમાં મલ્ચિંગ કરવું . છોડ પાંદડાં દ્વારા ઉત્સવેદન કરી હવામાં ભેજ ઉડાડવાનું ચાલુ રાખતાં પાંદડાંને જ જો થોડા ઓછા કરી નાખ્યા હોય

    વધુ વાંચો....

    માટીનો પી એચ શું છે?

    આપણા ખેતરની માટી આપણી ખેતીનો આધાર છે અને આ માટીનો આધાર છે માટીનો pH. શું છે આ pH. આ pHનો સંપૂર્ણ અર્થ છે Potential of Hydrogen. “હાઇડ્રોજનની સંભાવના” અથવા “હાઈડ્રોજનની શક્તિ” છે,

    વધુ વાંચો....

    તરબૂચ – ટેટી માટે સાચો વાવણી સમય કયો ગણાય ?

    તરબૂચ અને શક્કરટેટી ગરમ ઋતુનો પાક હોય વાવણીની મુખ્ય ઋતુ ઉનાળુ છે. જે માટે ગરમી શરૂ થતાં ૧૫ ફેબ્રુઆરી સુધીમાં વાવેતર કરવું જોઈએ. જયારે ખાસ કરીને તરબૂચમાં શિયાળાની ઋતુમાં ફ્ળ મેળવવા માટે

    વધુ વાંચો....

    તરબૂચ – ટેટીમાં વાવણી અંતર અને બીજનો દર શું રાખવો જોઈએ ?

    સામાન્ય રીતે જમીનની પ્રત અને ફ્ળદ્રુપતા મુજબ તરબૂચ અને શક્કરટેટીનું વાવેતર ૨ મીટર x ૧ મીટર , ૧.૫ મીટર X ૧ થી ૧.૫ મીટરના અંતરે કરવામાં માવે છે. જોડિયા હાર પદ્ધતિથી વાવતેર

    વધુ વાંચો....

    વધુ પાક ઉપજ માટે ઉપયોગી બાયો-સ્ટીમ્યુલન્ટ

    શું છે આ બાયો-સ્ટીમ્યુલન્ટ (Bio-stimulant) ? આ બાયો-સ્ટીમ્યુલન્ટ (Bio-stimulant) એ એવા કુદરતી કે જૈવિક પદાર્થો અને સૂક્ષ્મજીવોનું મિશ્રણ છે, જે છોડની પોષક તત્ત્વો શોષવાની ક્ષમતા વધારે છે, તેની કુદરતી વૃદ્ધિ ઉત્તેજિત કરે

    વધુ વાંચો....

    મૂળ ગાંડીકા એટલે યુરિયાની ફેક્ટરી

    મૂળ ગાંડીકા એકલે યુરિયાની ફેક્ટરી કઠોળ વર્ગના મૂળનું તો અદ્ભુત કાર્ય છે. મગફળી, મગ, અડદ, મઠ જેવા પાકો શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય છે. આ વનસ્પતિના સ્થાનિક મૂળ તંત્ર પર નાની નાની ગંડિકાઓ

    વધુ વાંચો....

    ગાય પ્લાસ્ટિક ખાય જાય તો શું થાય ?

    ગાય પ્લાસ્ટિક ખાય જાય ભગવાન બહુ દયાળુ છે. ગાય – ભેંશ જેવા ઢોરના પેટમાં કુદરતે એવી કરામત કરેલી હોય છે કે તેના પેટમાં કુલ ચાર વિભાગ પાડ્યા છે. જેમાં ત્રીજો વિભાગ છે

    વધુ વાંચો....

    જમીનની નિતારશક્તિમાં સુધારો કરવો કેમ જરૂરી છે ?

     જમીનની નિતારશક્તિમાં સુધારો જરૂરી : જમીનની નિતારશક્તિ જો નબળી હોય તો તે પાકના વિકાસમાં અવરોધ ઊભો કરે છે તેમજ જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવાણુઓની પ્રક્રિયાઓ પણ અવળી અસર કરે છે. આ અવરોધને દૂર

    વધુ વાંચો....

    જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવાની સાચી રીતો! – ૨

    સારી રીતે પાકેલું દેશી ખાતર કે વર્મીકમ્પોસ્ટ. શક્ય હોય તો દિવેલી, લીમડો કે કરંજનો ખોળ વાવણી વખતે પાયામાં આપો. આચ્છાદન (Mulching) કરો. જમીનને ક્યારેય તડકામાં ખુલ્લી ન રાખો. પાકના પાંદડા, સૂકું ઘાસ

    વધુ વાંચો....

    કૃષિમાં AI : બદલાતી ખેતીનો નવો યુગ – 1

    ખેડૂતોના હાથમાં ડિજિટલ સલાહકાર : કલ્પના કરો કે તમારા ખેતરમાં ઉભેલા પાકને રોગ લાગ્યો છે અને તમને તેની જાણ એક અઠવાડિયા પછી નહીં, પરંતુ તે દેખાય તે પહેલાં જ થઈ જાય. અથવા

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks