આ અપ્રાપ્ય ફોસ્ફરસ પ્રાપ્ત કરવા માટે રસપ્રદ વાત એ છે કે છોડ આ સમસ્યા જાતે હલ કરી શકતો નથી તેને કોઈની મદદની જરૂર પડે છે. આપણી જમીનમાં રહેલા કરોડો ઉપયોગી સૂક્ષ્મજીવો (Microbes) ખનિજો સાથે પ્રક્રિયા તેને મદદ કરે છે. આજ છે જીવવિજ્ઞાન (Biology)ને મદદ કરવા આપણે જમીનમાં સેન્દ્રિય તત્વો ઉમેરવા , જીવામૃત આપવું અથવા ફોસ્ફોબેસીલસ બેક્ટેરિયાની અને જમીનની મિત્ર ફૂગ (Fungi) જેવીકે માયકોરાહીઝાની મદદ લઈને જમીનના કણો સાથે ઝકડાઈ ગયેલો મોંઘા માંયલો ફોસ્ફરસ ને અપ્રાપ્ય માંથી પ્રાપ્ય બનાવવાની કુનેહ સમજાય તો આ વર્ષની ખેતી માટે ફાયદો નક્કી .

પાક વૃદ્ધિ ઉત્તેજકો કોને કહેવાય ?
જે પદાર્થ વનસ્પતિની વૃદ્ધિ તથા (વનસ્પતિની જૈવિક ક્રિયાઓ જેવી કે અભિક્રિયા અને ચયાપચય વધારવા ઉપર પ્રભાવ પાડે તેવા પદાર્થોને વૃદ્ધિ ઉત્તેજકો કહેવાય છે. દા.ત. દરેક પ્રકારના ઓકઝીન જેવા કે ૧-નેપ્થેલીન એસિટીક એસિડ
















