
પાકમાં પાણીના ભરાવા થી અથવા ભૂલથી લોંઠું પિયત આપવાથી છોડમાં ઓક્સિજનનો તણાવ ઉત્પન્ન થાય છે, જે સુકારા (વિલ્ટ) લાવે છે. આજનું કૃષિ વિજ્ઞાન કહે છે કે સપાટ ક્યારાને બદલે રેઈઝ બેડ એટલે કે મોટા પાળા કરી મ્લચીંગ અને ડ્રિપ આધારિત ખેતીનો સમય આવી ગયો છે કારણકે વધુ વરસાદ વખતે બે પાટલા વચ્ચે મોટી નિક બનતી હોવાથી વધારાનું પાણી નિકાલ કરવો સરળ પડે છે .વધુ વરસાદ પછી સ્થગિત થયેલા પાણીને કાઢવા માટે પૂરતું ડ્રેનેજ વ્યવસ્થાપન કરવું .વધુ વરસાદ બાદ વરાપ પ્રમાણે આંતરખેડ કરવાથી અથવા છોડનાં મૂળ વિસ્તારમાં ગોડ કરી જમીનમાં હવાની અવરજવર કરી આપવાથી અથવા પાલર પાણી આપવું જેથી મુળ વિસ્તારમાં હવાની અવર જવર થઈ શકે.















