
ખેડૂત પાઠશાળા માટે તમે નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) ના વૈજ્ઞાનિકોનો સંપર્ક કરી તાલીમ અને માર્ગદર્શન લઇ શકો . આપણી ખેડૂત પાઠશાળા માં કોઈ શિક્ષક ન હોય પણ એક તાલીમબદ્ધ માર્ગદર્શક (ફૅસિલિટેટર) ને તમે વારંવાર તમારી નિયમિત મિટિંગમાં વિવિધ કંપનીના બ્રીડર, એગ્રોનોમીસ્ટ અને કૃષિ નિષ્ણાતને બોલાવીને સીધું માર્ગદર્શ તમારા જૂથમાટે મેળવી શકો .તમે બીજ કંપની પાસેથી નવી વધુ ઉત્પાદન આપતી જાતનો ડેમો અથવા નવા મોલેક્યૂલની નવી દવાનું ડેમો મેળવીને તમારા ગામમાં પ્રત્યક્ષ નિદર્શન જોઈ શકો . બધા ખેડૂતો પોતાની ખેતી ખર્ચનો હિસાબ રાખે અને જ્યારે પાક તૈયાર થાય ત્યારે કાપણીના સમયે ‘ફિલ્ડ ડે’ નું આયોજન કરો. પાઠશાળામાં શીખેલા નવા પ્રયોગોના પરિણામો ની વિગતો FFS માં જોડાયેલા પાઠશાળાના બધા ખેડૂતો સુધી પહોંચાડી દર વર્ષે આખું જૂથ વધુ ઉત્પાદન આપતી વૈજ્ઞાનિક ખેતી કરી સમગ્ર ગામનું ઉત્પાદન વધારીને કરોડપતિ ગામ બની શકે .















