
આવી સલાહ માનતા પહેલા તેની વિશ્વનીયતા તપાસવી પડે . ખેડૂત તરીકે એગ્રોનોમિક (ખેતીલક્ષી) સલાહને પણ સીધી જ ખેતરમાં અપનાવતા પહેલા શું કરવું ? તે સમજી લેવાનો સમય આવી ગયો છે . ખેતીને લગતી ફેક વિડિઓ કે પોસ્ટની સલાહ માનતા પહેલા તે માહિતીનો સ્ત્રોત તપાસો , કોણ માહિતી આપી રહ્યું છે ? વિડિયો કે મેસેજ બનાવનાર વ્યક્તિ ખરેખર કૃષિ નિષ્ણાત, કૃષિ વૈજ્ઞાનિક કે અનુભવી ખેડૂત છે કે કેમ ? તે ચકાસો. ઘણીવાર માત્ર ‘વ્યુઝ’ (Views) કે ‘લાઇક્સ’ મેળવવા માટે અધૂરી, અતિશયોક્તિ વાળી કે ખોટી માહિતી મુકવામાં આવે છે. દા ત. કપાસનો કરોડપતિ ખેડૂત ! , એક વીઘામાં મરચી નું 80 મણ નું ઉત્પાદન ? ! 200 રૂપિયાનો એક પંપ છાંટો થ્રિપ્સનો 100 ટકા ખાત્મો ? તેવું ટાઇટલ વાંચીને ચેતી જાવ . કોઈ પણ ઇનપુટ અપનાવતા પહેલા વિચારો કે આ માહિતી આપણી આબોહવા, તમારા પિયત પાણીની ગુણવત્તા અને જમીન અને તમારા ભાગીયા માટે અનુકૂળ આવશે ? 200 રૂપિયાનો પંપ થાય તેવી દવાનું ટેક્નિકલ ક્યુ છે ? તે તમે વાવેલા પાકમાં આ ટેક્નિકલ લેબલ એટલે કે છાંટવા માટે વૈજ્ઞાનિક ભલામણ થઇ છે કે કેમ ? તે વિચારવું જોઈએ કે નહિ ? ક્યુ ટેક્નિકલ કઈ જીવાત કે કયા રોગ મારે છે ? તે તમારી ડાયરીમાં ટપકાવેલું હોવું જોઈએ કે નહિ ? જાણકાર બનો, સમજદાર બનો .















