
આજના ડિજિટલ યુગમાં ગુજરાતના ખેડૂતો વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની ઘણી નવી માહિતી મેળવે છે. આ એક સારો બદલાવ છે. પણ એ પણ યાદ રાખો કે આજકાલ સોશિયલ મીડિયા પર મળતી ઘણી બધી માહિતી ફેક હોય શકે છે ? દાખલા સાથે સમજીએ , સ્વાસ્થ્ય સંબંધિત ખોટી માહિતી (misinformation) નો રાફડો ફાટ્યો છે. અમેરિકામાં તાજેતરમાં વજન ઘટાડવા માટે “જેલ-ઓ ડાયેટ અપનાવનાર 60 વર્ષથી મોટી ઉંમરના વડીલો મુશ્કેલીમાં આવી ગયા છે. સાવ સાચું લાગે તેવી ફેક એઆઈ દ્વારા બનાવેલ આ પોસ્ટમાં સેલિબ્રિટીઓ – ઓપ્રાહ વિન્ફ્રે, મિશેલ ઓબામાનું સમર્થન છે તેવું ફેક રીતે કહેવામાં આવ્યું હતું બોલો , આ સોશિયલ મીડિયા આજકાલ લાઈકની લાયમા સાવ ખોટાડું થઇ ગયું છે તેમાં આપણું ખેતીની સોશિયલ મીડિયાનું કેમનું છે ?
















