
મૂળની આસપાસના વિસ્તારને મૂળ મિત્ર બનાવવા તેની આસપાસ ક્યાં ક્યાં તત્વો ની હાજરી હોય છે ? તે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે તેને આપણે પહેલા જમીન જીવતી છે એમ કહેતા કારણ કે જમીનમાં કરોડો સૂક્ષ્મ જીવની હાજરી આપણા છોડને મદદ કરતી હતી. હવે સુક્ષમ જીવની ઓછી હાજરી છે એટલે ચાલો જમીન જીવતી કરવા વિજ્ઞાનની મદદ લઈએ . કૃષિ વિજ્ઞાન કહે છે શું શું જોઈએ ? એક રાઇઝોસ્પીયરમાં IBA (ઇન્ડોલ-૩-બ્યુટીરિક એસિડ) કુદરતી હોર્મોન જોઈએ કે જે છોડને નવા અને ગાઢ મૂળ વિકસાવવાનો સંકેત આપે.બીજું મૂળ વિસ્તારમાં મિત્ર ફાયદાકારક સૂક્ષ્મજીવો જેવા કે માઇકોરાઇઝા (Mycorrhizae) ની હાજરી જોઈએ કે જે સહજીવી રીતે મૂળને પોષક તત્વો ખેંચવામાં મદદ કરે. ત્રીજું જો વિટામિન B (B1, B3, B6)ની હાજરી હોય તો છોડ ગરમી, દુષ્કાળ અથવા છોડને જે પર્યાવરણીય તણાવ માંથી બચાવે છે ચોથું જો રાઇઝોસ્પીયરમાં આ છોડના કોષો માટે કુદરતી પોષણ (એમિનો એસિડ અને પ્રોટીન) પૂરું પાડે તેવું દરિયાઈ શેવાળની ખાસ પ્રજાતિ એસ્કોફિલમ નોડોસમની હાજરી હોય તો છોડને ઘણી તાકાત મળે છે અને છોડ પ્રતિકૂળતા સામે લડીને સ્વસ્થ રહે છે.















