Visitors
Visitors

આપણે ખેતીમાં આવી રહેલી નવી ટેક્નિકની વાતો કરી રહ્યા છીએ .જાણવું જરૂરી છે. બીજના ઉગાવાથી લઈ છોડ પરિપકવ થાય ત્યાં સુધીમાં કેવી કેવી પરિસ્થિતિમાં છોડને પસાર થવું પડે છે તેનો તમે કોઈ દિવસ વિચાર કર્યો છે? છોડની વૃદ્ધિ વિકાસ અને ઉપજ આપવા માટે જમીન અને પર્યાવરણ બંનેનો વિચાર કરવો પડે તમારું ખેતર જયાં આવેલું છે તે વિસ્તારનું હવાનું તાપમાન, હવાનું દબાણ અને વાતવરણમાં હવામાં કેટલો ભેજ છે એ ત્રણે વાતોની માહિતી રોજ તમારી પાસે હોવી જોઈએ. આ માટે થર્મોમીટર વાડીએ લગાડવું પડે અથવા ગુગલ વાચતા આવડવું જોઇએ. દા .ત .મરચીનો પાક 20 થી 25 સે.ગ્રેડ વાતાવરણમાં સારો થાય છે, મરચીને ને વધુ ઠંડી અને વધુ ગરમી સહન થતી નથી એના લીધે તેમાં ફાલ લાગતો નથી અથવા ઓછો લાગે છે .મરચીને હુંફાળું વાતાવરણ ગમે છે. બીજ પસંદ કરો ત્યારે પૂછો કે આ ગરમી સહન કરી શકશે ? ગયા વર્ષે મગફળી સારી થઇ એટલે બધા મગફળીની પાછળ પડી જશે. આજથી જ નક્કી કરો કે એક નહિ બે નહિ ત્રણ પાકની ખેતી આવતા વર્ષે ચોમાસામાં કરવી છે જેથી જોખમ વહેંચાય જાય.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    વાવાઝોડું આવી રહ્યું છે એવા ખબર મળ્યેથી તાત્કાલિક ઉપાયો કેવા લેવાય ?

    રહેણાક, ફરજા, કોઢ, મજૂર-ક્વાર્ટર, ગોડાઉન, મશીનરૂમ, વગેરેનાં નળિયાં,મોભિયાં, પતરાં નીચેથી પવન ભરાઇ, ઊડી ન જાય માટે નીચેની દીવાલ કે થાંભલાનો આધાર હોય ત્યાં ઉપર વજન મૂકી દેવું. ડેલાને સજ્જડરીતે બંધ કરી દેવો.

    વધુ વાંચો....

    કાયમ ખાતે ફળબાગ વાવાઝોડાથી બચી શકે તેવું થઇ શકે ?

    ફળબાગ વાવાઝોડાથી બચી શકે માટે આપણે એવું આયોજન કરીએ કે આખા ફળબાગને ફરતી ચારેબાજુ પવન અવરોધક પટ્ટી હોય, બાગમાં વચ્ચે પણ આડી-ઊભી ચોકડી રૂપે એક ઊંચી જીવંત પટ્ટી હોય, જેથી અંદરના ઝાડને

    વધુ વાંચો....

    દુકાળ વખતે ફળબાગને બચાવી લેવા શું કરવું ?

    પ્રાપ્ય પાણીનો થોડો જથ્થો હોય તેનું ટપક પદ્ધતિથી પિયત અને ખામણાંમાં મલ્ચિંગ કરવું . છોડ પાંદડાં દ્વારા ઉત્સવેદન કરી હવામાં ભેજ ઉડાડવાનું ચાલુ રાખતાં પાંદડાંને જ જો થોડા ઓછા કરી નાખ્યા હોય

    વધુ વાંચો....

    ઇસબગુલ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

    ઇસબગુલ માટે નિંદામણનાશકની ભલામણ દવાનું નામ : આઈસોપ્રોચ્યુરોન (કનક ૫૦% વેપા) પ્રમાણ : હેકટરે ૦.૫૦૦ કિગ્રા (૧.૦૦૦ કિગ્રા) ૧૫ લીટર પાણીમાં : ૩૦ ગ્રામ છંટકાવનો સમય : વાવણી બાદ પરંતુ પાક અને

    વધુ વાંચો....

    જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવાની સાચી રીતો! – ૨

    સારી રીતે પાકેલું દેશી ખાતર કે વર્મીકમ્પોસ્ટ. શક્ય હોય તો દિવેલી, લીમડો કે કરંજનો ખોળ વાવણી વખતે પાયામાં આપો. આચ્છાદન (Mulching) કરો. જમીનને ક્યારેય તડકામાં ખુલ્લી ન રાખો. પાકના પાંદડા, સૂકું ઘાસ

    વધુ વાંચો....

    ખેતરની ફળદ્રુપતા વધારવી છે? જાણો જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવાની સાચી રીતો! -૧

    હાલ મોટાભાગના ભારતીય ખેતરમાં 0.5% થી ઓછો ઓર્ગેનિક કાર્બન છે જે 0.75% થી 1.0% હોવો જોઈએ. ઊંચા તાપમાનને કારણે સેન્દ્રિય પદાર્થો ઝડપથી બળી જાય છે, તેથી 1% થી 1.2% સુધી કાર્બન પહોંચાડવો

    વધુ વાંચો....

    બાયો-સ્ટિમ્યુલન્ટ: પાક માટે જાદુઈ લાકડી કે વિજ્ઞાન?

    આજકાલ બાયો-સ્ટિમ્યુલન્ટ બજારમાં આવ્યા છે તે ખેડૂતોને ચોક્કસપણે ફાયદો કરાવી શકે પરંતુ તે કોઈ જાદુઈ લાકડી નથી. બાયો-સ્ટિમ્યુલન્ટ ખાતર કે જંતુનાશક નથી તે છોડની કુદરતી પ્રક્રિયા ઉત્તેજિત કરવાનું કામ કરે છે (જેમ

    વધુ વાંચો....

    છોડને ક્યા ક્યા પોષક તત્વોની જરૂર હોય છે ?

    જમીન પર ઉગાડવામાં આવતા કોઈ પણ પ્રકારના પાક જેવા કે ધાન્ય, તેલીબિયા, કઠોળ, મરી-મસાલા, ફળ, ફુલ, વૃક્ષોના વિકાસ અને પૂર્ણ કક્ષાના ઉત્પાદન માટે કુલ ૨૦ પોષક તત્વો આવશ્યક છે. જે પુરતા અને

    વધુ વાંચો....

    પ્રશાંત મહાસાગરની એક ડિગ્રી ગરમી પણ બગાડી દે છે તમામ ગણિત!

    અત્યાધુનિક વિજ્ઞાને અલનીનો શબ્દને જોડ્યો છે પ્રશાંત મહાસાગર સાથે. ધરતી જરા અમથી ગરમ કે ઠંડી થાય છે તો પ્રશાંત મહાસાગર એટલો મોટો છે છતાં આ ગરમીની અસર તેના પાણી પર એટલી પડે

    વધુ વાંચો....

    પૃથ્વીને આવ્યો છે તાવ! માટીનું સ્વાસ્થ્ય અને પાક ઉત્પાદન જાળવવા ધરતીને ઢાંકવી કેમ જરૂરી છે?

    બદલાતા હવામાનની, ગરમ થતી પૃથ્વીની ચિંતા સૌને અને સૌથી વધારે ખેડૂતોને છે.ખેડૂતે પોતાની ધરતીને ઢાંકી દેવા માટે પ્રયાસ કરવો પડશે. મ્લચીંગ કરવું પડશે નહીંતર આ ગરમી તેની માટીનો સેન્દ્રીય કાર્બન બાળી નાખશે

    વધુ વાંચો....

    ધાણામાં ભૂકીછારો

    ● પાન પર સફેદ રંગની ફૂગની વૃદ્ધિ જોવા મળે છે. પાનમાં ફૂગની વૃદ્ધિ થતાં આખું પાન સફેદ પાવડર છાંટેલ હોય તેવું દેખાય છે. સમય જતાં પાન રાખોડી અને છેવટે કથ્થઈ બને છે.

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks