
સ્ટિકી ટ્રેપ (ચીકણા પિંજર) એ જીવાતોની વહેલી ઓળખ અને સંકલિત જીવાત વ્યવસ્થાપન (IPM) માટેનું સૌથી અસરકારક સાધન છે. અલગ-અલગ જીવાત અલગ-અલગ રંગો તરફ આકર્ષાય છે, જેનાથી જીવાત પાકને નુકસાન પહોંચાડે તે પહેલાં જ તેની સંખ્યા પર નજર રાખી શકાય છે . સ્ટિકી ટ્રેપ માત્ર કીટકો પકડવા માટે જ નહીં, પરંતુ તેમની સમયસર ઓળખ અને નિરીક્ષણ (Monitoring) માટે છે. સાચા રંગની ટ્રેપ પસંદ કરવાથી બિનજરૂરી જંતુનાશકોનો છંટકાવ ઘટે છે અને પાકની સુરક્ષા વધુ સારી બને છે.આ જાસૂસ ને તમારા ખેતરમાં બેસાડવાનો ખર્ચ પણ ખુબ નજીવો થાય છે.















