aries agro

ડુંગળીએ ટૂંકા ગાળામાં જમીનમાંથી વધુ જથ્થામાં ઉપજ આપતો કંદમૂળનો પાક છે. કંદના સારા વિકાસ માટે જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૩૦ થી ૩૨ ટન છાણીયું ખાતર તેમજ ૬૦ કિલો ફોસ્ફરસ અને ૫૦ કિલો પોટાશ જમીનમાં ભેળવી પાકની રોપણી કરવી જોઈએ. રોપણી બાદ ૨૦ થી ૨૫ દિવસે ૪૦ કિલો નાઈટ્રોજન તથા બીજો હપ્તો ૪૦ થી ૪૫ દિવસે ૩૫ કિલો નાઈટ્રોજન પ્રતિ હેકટરે આપવાની ભલામણ કરવામાં આવેલ છે. કંદના સારા ઉત્પાદન મેળવવા માટે ૨૦ કિલો પ્રતિ હેક્ટર સલ્ફર ફોસ્ફો જીપ્સમ સ્વરૂપે વાવેતર સમયે આપવું અથવા એલીમેન્ટલ સલ્ફર સ્વરૂપે ફેરરોપણીના ૨૦ થી ૨૫ દિવસ પહેલા આપવું. સૂક્ષ્મ પોષકતત્ત્વોની ઉણપ વાળી જમીનમાં માઇક્રોન્યુટ્રિઅન્ટ મિશ્રણ (લોહ ૨.૫%, ઝીક ૦.૩%, મેંગેનીઝ ૧%, કોપર ૧% અને બોરોન ૦.૨%) નો ફેરરોપણીના ૪૫ અને ૬૦ દિવસે છંટકાવ કરવાથી વધુ ઉત્પાદન મળે છે.
સેન્દ્રિય ખેતીથી ડુંગળીનો પાક ઉગાડવામાં રસ ધરાવતા ખેડૂતભાઈઓને સફેદ ડુંગળીના પાકમાં હેક્ટરે ૯ ટન મરઘા બતકાંનું ખાતર અથવા ૫ ટન એરંડીનો ખોળ અથવા ૪૫ ટન છાણીયું ખાતર રોપણી કરતા પહેલા જમીનમાં સારી રીતે ભેળવી દેવાથી સારી ગુણવત્તા અને વધુ ઉપજ મળવાનું આણંદ ખાતેના સંશોધનના પરિણામો પરથી માલુમ પડેલ છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

રોગ : ડુંગળી, લસણમાં જાંબલી ધાબા

બીજ માટે વાવવામાં આવેલ પાક ૬૦ થી ૬૫ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૨૭ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૨૭ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ (પ્રથમ છંટકાવ રોગ દેખાય ત્યારે અને બાકીના

વધુ વાંચો....

મૂળ ગાંડીકા એટલે યુરિયાની ફેક્ટરી

મૂળ ગાંડીકા એકલે યુરિયાની ફેક્ટરી કઠોળ વર્ગના મૂળનું તો અદ્ભુત કાર્ય છે. મગફળી, મગ, અડદ, મઠ જેવા પાકો શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય છે. આ વનસ્પતિના સ્થાનિક મૂળ તંત્ર પર નાની નાની ગંડિકાઓ

વધુ વાંચો....

ડુંગળી : નીંદણ નિયંત્રણ 

* દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ડુંગળી (કાંદા) ના પાકમાં નીંદણ નિયંત્રણ માટે ફેરરાપણી પહેલા હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. ફ્યુકલોરાલીનનો છંટકાવ કરવો અને ત્યાર બાદ ૪૦ દિવસે હાથથી એક નીંદામણ કરવું હેકટર દીઠ

વધુ વાંચો....

ઇસબગુલ માટે જમીન અને આબોહવા અને ઈસબગુલ વાવણીનો સમય

ઈસબગુલ એ શિયાળુ પિયત પાક છે તે રેતાળ અને ગોરાડુ જમીનમાં થાય છે. જે જમીનની નિતારશક્તિ ઓછી હોય તેવા પ્રકારની જમીન આ પાકની વૃદ્ધિ માટે અનુકૂળ નથી. તેને સૂકું અને ઠંડુ હવામાન

વધુ વાંચો....

બાયોચારના વિવિધ સ્વરૂપો

નાના સ્કેલ પર બાયોચાર કોલસાનું ઉત્પાદન : બજારોમાં મળતા બાયોચારની કિંમત વધારે હોય છે જયારે ખેડૂતો માટે મોટાપાયા પર બાયોચારનું ઉત્પાદન કરવું આર્થિક રીતે શક્ય નથી. આથી ખેડૂતોને તેમના ખેતર પર જ

વધુ વાંચો....

કૃષિ ટેકનોલોજી : ગ્રાફ્ટિંગના લાભોનું વિજ્ઞાન

TNAU દ્વારા વર્લ્ડ વેજીટેબલ સેન્ટર, તાઇવાન સાથે મળીને હાથ ધરાયેલા સંશોધનના સફળ પરિણામને અનુસરીને આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રોગ-પ્રતિરોધક રીંગણના મૂળિયાના સ્ટોક્સનો ઉપયોગ કરીને ‘ટામેટા ગ્રાફ્ટિંગ ટેકનોલોજી’નું પ્રમાણીકરણ કર્યું.સેન્ટર ફોર પ્લાન્ટ

વધુ વાંચો....

ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ – 2

૫. પાક અને જમીનની માહિતી પેદા કરવા ઉપરાંત UAV પ્લેટફોર્મમાં જંતુનાશકો અને ખાતરોને વધુ ન્યાયી અને સલામત રીતે લાગુ કરવાની ક્ષમતા છે. ૬. કુદરતી વાતાવરણનો ડ્રોન દ્વારા અસરકારક મહિતી એકત્ર કરવા દા.ત.

વધુ વાંચો....

કૃષિ ટેકનોલોજી : કાકડીના વાઇરસ સામે સફળતા : વિજ્ઞાનની શોધ

કાકડીના વાઇરસ મોઝેક વાયરસ વિનાશક છે, જે એફિડની લગભગ ૯૦ પ્રજાતિઓ દ્વારા ફેલાય છે અને ૧૨૦૦ થી વધુ પ્રજાતિઓને અસર કરે છે, હાલમાં, CMV સામે કોઈ માન્ય એજન્ટો નથી, પરંતુ MLU નું

વધુ વાંચો....

ગ્રીન હાઉસ : પોલી હાઉસમાં કાકડીની ખેતી

ગ્રીન હાઉસમાં કાકડી (Cucumís sativus L.) એ ખૂબ જ સામાન્ય અને મહત્ત્વપૂર્ણ પાક છે જે વિશ્વભરમાં ઉગાડવામાં આવે છે અને ઘણીવાર કાચી અથવા રાંધ્યા વિના ખાવામાં આવે છે. તેનો ભારતમાં પ્રાચીન સમયથી

વધુ વાંચો....

આંતરપાક પદ્ધતિના લાભ

આંતરપાક પદ્ધતિમાં એક જ ખેતરમાં એકસાથે એક કરતાં વધારે પાક જુદી જુદી ચોક્કસ હારમાં વાવવામાં આવે છે. દા.ત. દિવેલા + ચોળી (૧:૨), કપાસ + મગ,૧. આ પદ્ધતિથી કૃષિના મુખ્ય સંસાધનો જેવા કે

વધુ વાંચો....

વાલોળ માં પાક-સંરક્ષણ

વાલોળ માં પાક-સંરક્ષણ રોગ : (૧) પાનના ટપકાંનો રોગ : પાન ઉપર રાખોડી રંગના અને ફરતે રતાશ પડતી કિનારીવાળા ટપકા પડે છે. ઉપદ્રવ વધતાં પાન સુકાઈને ખરી પડે છે. આના નિયંત્રણ માટે

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks