છેલ્લાં થોડા વર્ષોથી આપણાં વિસ્તારમાં નાળી અથવા નોળીનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. નોળીએ બહુવર્ષાયુ, ઊંડા મૂળ ધરાવતું, વેલાવાળું, દ્વિદળી નીંદણ છે. જમીનમાં તેના મૂળ ૩ મીટર ઊંડાઈ સુધી જઈ શકે છે. બારમાસી છોડ છે, જો કે દુષ્કાળની પરિસ્થિતિમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે. તેનું પ્રસર્જના મુખ્યત્વે મૂળ તેમજ બીજ દ્વારા થાય છે. બીજ ખૂબ જ લાંબી સુષુપ્ત અવસ્થા ધરાવે છે. એક બદતુમાં મૂળના કટકા દ્વારા તે ૩ મીટરના ઘેરાવામાં ફેલાઈ શકે છે. નોળી અર્ધસૂકાં વિસ્તારમાં ખેડાણ, બગીચા તથા બિનખેડાણ વિસ્તારમાં થાય છે. ઘઉં, કપાસ, તુવેર, દિવેલાં, બટાટા અને શેરડીના પાકમાં વધારે થાય છે. વેલાવાળું નીંદણ હોવાથી પાકના છોડને બાંધતું હોઈ, પાકની કાપણીમાં નડતરરૂપ બને છે.

નીંદણનાશક દવાથી અથવા હાથ નિંદામણ કે આંતરખેડથી નોળીના છોડનો નાશ થઈ શકે છે. પરંતુ મૂળ ઊંડા હોઈ, તેના ક્ટકામાંથી ફરી નવો છોડ ઉત્પન્ન થાય છે. અત્યારે આપણાં વિસ્તારમાં કપાસનું મોટાપાયે વાવેતર થાય છે. નોળી પણ કપાસની જેમ પહોળા પાન ધરાવતું નીંદણ હોઈ, કોઈ પણ નીંદણનાશક દવા ખાસ કરીને ૨,૪-ડી દવા છાંટી શકાતી નથી, જે નોળી માટે અક્સીર છે. તેમ છતાં સંકલિત ઉપાયોથી નોળીને કાબૂમાં રાખી શકાય છે.

ઉનાળામાં ઊંડી ખેડ કરી સૂર્યના સખત તાપમાં જમીન તપાવવી. મૂળીયા ભેગા કરી નાશ કરવો. પડતર જમીનમાં દર ૧૫-૨૦ દિવસે ખેડ કરી નોળીના છોડનો નાશ કરવો.

બાજરો, મકાઈ, જુવાર, ઘઉંનું વાવેતર કરી ૩૦ ૩૫ દિવસે ૨,૪-ડી (સોડીયમ સોલ્ટ) ૨૫ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મેળવી છંટકાવ કરવો. આજુબાજુમાં કપાસનું વાવેતર કરેલ હોય કે હવે પછી કપાસનો પાક લેવાનો હોય તો ૨,૪-ડી દવા છાંટવી નહીં.

સાભાર ડો. આર.કે. માથુકીયા

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

બાયોચાર વિશે જાણો

બાયોચાર જમીનની ફળદ્રુપતા, પાકની વૃદ્ધિ, ઉપજ પર સકારાત્મક જયારે ઝીણા બાયોચાર કણો માનવ સ્વાસ્થ્ય પર માટે નકારાત્મક એમ બંને રીતે અસર કરે છે. બાયોચાર ઉત્પાદન માટે બાયોમાસ (કૃષિ અવશેષો) ની મોટી માંગનો

વધુ વાંચો....

કપાસ : મોલો-મશી, તડતડીયાં, સફેદમાખી, થ્રિપ્સ

બ્યૂવેરીયા બેસીયાના કે વટિર્સીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી 15 ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ

વધુ વાંચો....

જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં

વધુ વાંચો....

બાજરી/જુવાર/મકાઈ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે ?

બાજરી/જુવાર/મકાઈ માટે નિંદામણનાશકની ભલામણ દવાનું સામાન્ય તથા વ્યાપારી નામ દવાનું પ્રમાણ હેક્ટરે 15 લિટર પાણીમાં દવાનું પ્રમાણ છંટકાવનો સમય ગ્લાયફોસેટ (ગ્લાયસેલ 41% એસએલ) 2.460 કિ.ગ્રા. (6.000 લિ.) 160 મિ.લી. બિનપાક પરિસ્થિતિમાં નીંદણની

વધુ વાંચો....

ગુલ્લીદંડા – નીંદણોનું નિયંત્રણ : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

નીંદણોનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા, શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ (મો.)

વધુ વાંચો....

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-2

પ્રિ-પ્લાન્ટ : કોઇપણ પાકમાં પાકની વાવણી કે રોપણી પહેલા જમીનના ઉપરના સ્તર પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. નીંદણનાશક દવાની અસરકારકતા વધારવા છંટકાવ બાદ પંજેઠી વડે જમીનના ઉપરના સ્તરમાં ભેળવી દેવામાં

વધુ વાંચો....

નિંદણ : નીંદણ નિયંત્રણના વિવિઘ ઉપાયો

 અવરોઘક ઉપાયો : નીંદણ નિયંત્રણની આ પધ્ધતિમાં નીંદણના બીજ યા પ્રસર્જન માટે વાનસ્પતિક ભાગો ઉપદ્રવિત વિસ્તારમાંથી નીંદણમુક્ત વિસ્તારમાં ન ફ્લાય તેવા ઉપાયો કરવામાં આવે છે જે ઓછા ખર્ચાળ અને સરળતાથી અપનાવી શકાય

વધુ વાંચો....

નીંદણનાશક દવા ભલામણ કરેલ જથ્થા કરતા જો વધારે વાપરવામાં આવે તો……

* દવાની ઝેરી અસરને લીધે પાક અંશતઃ અથવા સંપૂર્ણ નાશ પામે છે. * પાકના વિકાસ અને વૃદ્ધિ પર માઠી અસર થતા ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. * જમીનમાં નીંદણનાશક દવાના અવશેષોની માત્રા

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks