
જો તમે શહેરની આસપાસ રહો છો અને ખેતી કરો છો ? તો તમે આ આઈડિયા લઈને તમારા ખેતરના શેઢે એક નાનકડું યુવા ને ગમતું રેસ્ટોરન્ટ ખોલીને તમારા પોતાના ખેતરમાં લણણી કરીને અને સીધુજ સ્વાદ શોખીનોને દેશી અને વિલાયતી સેલડ ડીશ પીરસીને, બમણો સ્વાદ અને પોષણ પ્રદાન કરીને એક આગવું સ્ટાર્ટઅપ કરી શકો છો ?! દેશી આઈડિયા આજકાલ ઘણા લોકો કરે છે અને વાડીનું શાક કહીને રોટલા ખાવા બોલાવે છે તેના કરતા આ વિદેશી આઈડિયા નોખો અને અનોખો છે . એમાં આજના યુવાનોની જરૂરિયાતના સેલડ અને રેપ્સ બનાવીને હેલ્ધી ખોરાક આપે છે . તમે પણ તમારા શહેરની નજીકના ફાર્મમાં એક ફાર્મ રેસ્ટોરન્ટ બનાવીને એક્ઝોટિક શાકભાજી સેલડ અને ઇટાલિયન હર્બ ઉગાડીને તેની વાનગી પીરસી શકો .
















