aries agro

વાત છે તીથવા તા. વાંકાનેર જી. મોરબીની તીથવાના ખેડૂત જુબેર રસુલભાઈ વકાલિયાની વાડીમાં જીરુંનું વાવેતર છે. જીરું 20 દિવસનું થયું છે. ખેતરમાં જીરુંના છોડ કપાયેલા નજરે ચડ્યા જમીનની તિરાડોમાંથી લશ્કરી ઈયળ સપોડેપ્ટરા લિટયુસ જોવા મળી. લ્યો બોલો. જીરુમાં પણ લશ્કરી ઈયળોનું નુકશાન તીથવાના ખેડૂતોમાં જોવા મળી રહ્યું છે. આના નિયંત્રણ માટે 3 પગલાં લેવા પડે એક 4 કિલો ફર્ટેરા પ્રતિ એકર આપી પિયત આપવું. બીજું ડેલિગેટ અથવા એમાંમેકટીન 5 ટકા 10 ગ્રામનો સ્પ્રે દિવસ આથમે કરવો પડે અને ત્રીજું નવી પેઢીના લશ્કરીના ફુદા પકડવા સામુહિક રીતે 3 થી 4 ફેરોમોન ટ્રેપ વીઘે લગાડવા પડે તો નવી પેઢી કાબુમાં આવશે .  અત્યારે તો છેલ્લા સ્ટેજની લશ્કરી તીથવાની સીમમાં પુષ્કળ દેખાય રહી છે. તમે પણ તમારા જીરુંના પાકનું નિયમિત અવલોકન કરજો અને તમારા નજીકના કૃષિ અધિકારીનો સંપર્ક કરજો . વિચાર આવે છે કે  આપણી કૃષિ યુનિવર્સીટી નિશ્ચિત સેન્ટરોમાં  ફેરોમોન ટ્રેપ મૂકીને કે હવામાનના આધારે નિર્ણયો લઈને  વખતો વખત આપણને કઈ જીવાત ક્યાં વિસ્તારમાં દેખાઈ  રહી છે તેનું સામુહિક બુલેટિન  આપવનું કેમ નહિ વિચારતા હોય ? સવાલ મોટો છે,  જો કે  વૈજ્ઞાનિક બધા સુતા છે,  આપણે જ જાગવું પડશે . ગ્રામ પંચાયતમાં  એક કૃષિ સ્નાતક  રાખી બારે માસ તેની સેવા લેવાનું ગોઠવો .

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

તાપમાનનો રોલ આપણી ખેતીમાં શું છે ?

તમારી જમીનનું તાપમાન અને ભેજ કેટલો છે તે તમને ખબર હોવી જોઈએ આ માટે હવે ટેન્શીયોમીટર બઝારમાં મળે છે. પિયત કયારે અને કેટલું આપવું તે આ ડેટા ઉપરથી તમે જાણી શકો છો.

વધુ વાંચો....

ખેતરની વાત : મગફળીમાં તૂટેલા અને રોગિષ્ટ બીજનું વાવેતર ટાળવું.

ખેડૂત તરીકે તમને ખબર ન હોય તો નોંધી લો કે છેલ્લા કેટલાક વર્ષોથી આપણા ગુજરાતની મગફળીમાં ઇચ્છિત માત્રા કરતાં વધુ ભેજની મગફળીનો સંગ્રહ અથવા ભીની મગફળીના વેચાણ થવાથી અથવા ઉપદ્રવીત તૂટેલા બીજનું

વધુ વાંચો....

ખેતીને વિજ્ઞાન આધારિત કરવાનો સમય છે

મિત્રો હવે ખેતીને વિજ્ઞાન આધારિત કરવાનો સમય છે ઇઝરાયેલનો ખેડૂત પોતાના પાકનું ઉત્પાદન લેવા માટે પહેલા ટાર્ગેટ નક્કી કરે અને પછી ફર્ટીગેશન કરીને ધાર્યું ઉત્પાદન લે છે. આ માટે જરૂરી હોય તે

વધુ વાંચો....

ખેતીમાં જો અસરકારક રોગ વ્યવસ્થાપન કરવું હોય તો કઈ ત્રણ બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે.

આપણી ખેતીમાં આપણે જો અસરકારક રોગ વ્યવસ્થાપન કરવું હોય તો આ ત્રણ બાબતોનો યજમાન (HOST): મજબૂત આનુવંશિકતા (Genetics) અને રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતી જાતો વાવવી બીજું રોગકારક (PATHOGEN): ખેતરમાં રોગકારક જીવોના વર્તન

વધુ વાંચો....

ડિસીઝ ટ્રાયંગલ (રોગ ત્રિકોણ) ની મદદથી તમારા પાકને કેવી રીતે સુરક્ષિત રાખવો

આપણી મદદ માટે કૃષિ વૈજ્ઞાનિકોએ સમજાવેલ રોગ ત્રિકોણ વિષે સમજીયે . શું છે આ રોગ ત્રિકોણ? છોડમાં થતા રોગો ભાગ્યે જ કોઈ એક સિંગલ કારણનું પરિણામ હોય છે. આપણા ખેતરમાં રોગ ત્યારે

વધુ વાંચો....

કયો રંગ કઈ જીવાતને આકર્ષે છે ? તે જાણો.

વિવિધ રંગોના સ્ટિકી ટ્રેપ કઈ જીવાતને આકર્ષે છે તે જોઈએ તો પીળી સ્ટિકી ટ્રેપ (Yellow Sticky Trap) સફેદમાખી , મોલો-મશી , પાન કોરીયું , નાની માખી , પાંખોવાળી મોલોને આકર્ષે છે અને

વધુ વાંચો....

જીવાતની સમયસર ઓળખ અને નિરીક્ષણ માટેનું સૌથી અસરકારક સાધન વિષે જાણો.

સ્ટિકી ટ્રેપ (ચીકણા પિંજર) એ જીવાતોની વહેલી ઓળખ અને સંકલિત જીવાત વ્યવસ્થાપન (IPM) માટેનું સૌથી અસરકારક સાધન છે. અલગ-અલગ જીવાત અલગ-અલગ રંગો તરફ આકર્ષાય છે, જેનાથી જીવાત પાકને નુકસાન પહોંચાડે તે પહેલાં

વધુ વાંચો....

જીવાત મોનિટરિંગ – કઈ જીવાત તમારા ખેતરમાં ઉપદ્રવ છે તે કેમ ખબર પડે ?

આપણા પાકમાં આવતી ચુસીયા જીવાત આપણા પાકને રસ ચૂસીને તો નુકસાન કરે જ છે પણ સાથે સાથે પાકમાં એક છોડ થી બીજા છોડ સુધી વાયરસ ફેલાવે છે કારણ કે આ ચુસીયા વાઈરસના

વધુ વાંચો....

અપ્રાપ્ય ફોસ્ફરસ પ્રાપ્ત કરવા માટે છોડને કોની મદદની જરૂર પડે છે ?

આ અપ્રાપ્ય ફોસ્ફરસ પ્રાપ્ત કરવા માટે રસપ્રદ વાત એ છે કે છોડ આ સમસ્યા જાતે હલ કરી શકતો નથી તેને કોઈની મદદની જરૂર પડે છે. આપણી જમીનમાં રહેલા કરોડો ઉપયોગી સૂક્ષ્મજીવો (Microbes)

વધુ વાંચો....

પાક વૃદ્ધિ ઉત્તેજકો કોને કહેવાય ?

જે પદાર્થ વનસ્પતિની વૃદ્ધિ તથા (વનસ્પતિની જૈવિક ક્રિયાઓ જેવી કે અભિક્રિયા અને ચયાપચય વધારવા ઉપર પ્રભાવ પાડે તેવા પદાર્થોને વૃદ્ધિ ઉત્તેજકો કહેવાય છે. દા.ત. દરેક પ્રકારના ઓકઝીન જેવા કે ૧-નેપ્થેલીન એસિટીક એસિડ

વધુ વાંચો....

ફોસ્ફરસ પૂરતું હોવા છતાં છોડમાં તેની ઉણપ કેવી રીતે હોઈ શકે?

કાગળ પર ફોસ્ફરસ પૂરતું હોવા છતાં છોડમાં તેની ઉણપ કેવી રીતે હોઈ શકે? ફોસ્ફરસની મોટાભાગની સમસ્યાઓ જથ્થાની નથી હોતી પણ તે છોડને ઉપલબ્ધ કેટલો થાય છે તે સમસ્યા છે. જમીનમાં પુષ્કળ પ્રમાણમાં

વધુ વાંચો....

મોસમ આવી મહેનતની

વર્ષા ઋતુ આવે એટલે મોસમ આવી મહેનતની , આપણા પાકના વધુ ઉત્પાદન માટે આપણે સમતોલ ખાતરનો ઉપયોગ કરીને આપણી આ વર્ષની ખેતીમાં સારું ઉત્પાદન લેવાનું છે ત્યારે આપણે જે તત્વો ખાતરના રૂપમાં

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks