
આપણે આ અગાઉ તમારા ગામના ગ્રેજ્યુએટ યુવાનની કૃષિ મિત્ર તરીકે પસંદ કરીને આખા ગામની ખેતીની સિકલ કેમ બદલી શકાય ? તેની વાત કરી હતી. તમારા ગામમાં સ્થાનિક સ્તરે તમારા કૃષિ ગ્રુપ દ્વારા એક ‘ફાર્મર ફિલ્ડ સ્કૂલ’ (ખેડૂત પાઠશાળા FFS) શરૂ કરો . શું છે આ ખેડૂત પાઠશાળા ? આધુનિક, ખર્ચ-ઘટાડનાર અને વૈજ્ઞાનિક ખેતી તરફ દોરવા માટેનું એક ઉત્તમ પગલું છે. આ પદ્ધતિમાં ખેડૂતો પોતાનાજ ગામમાં સીધા ખેતરમાં મળીને પ્રાયોગિક રીતે શીખે છે..નિયમિત ફરતા ફરતા એકબીજાની વાડીએ મળો.સમાન પાક વિવિધ જૂથો બનાવો (દા.ત. કપાસ, મગફળી, જીરું, એરંડા કે શાકભાજી) જેથી બધા એક જ વિષય પર ચર્ચા કરી સાચો નિર્ણય કરી શકે અને ખર્ચ ઘટાડી શકે .
















