આપણે અગાઉ વાત કર્યા પ્રમાણે ખેડૂત પાઠશાળા માટે જો તમે આવા કોઈ જૂથો તમારા ગામના કૃષિ મિત્રના નેતૃત્વ સાથે બનાવો તો આપણે કૃષિ ખાતાની યોજના દ્વારા આવી ફાર્મર ફિલ્ડ સ્કૂલને આર્થિક અને તકનીકી સહાય મેળવી શકીયે. આત્મા (ATMA) પ્રોજેક્ટ દ્વારા વિવિધ જૂથો કૃષિ શેક્ષણિક પ્રવેશ દ્વારા વિવિધ રાજ્યોની ખેતીનું અવલોકન કરવા પણ પ્રવાસ કરી શકે. આવા ગ્રુપને ગ્રાન્ટ અને તાલીમ પણ મળી શકે. તમારા કૃષિ મિત્રને કહો કે તમારા ગામના ગ્રામ સેવક (VLEW) અથવા તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર (BTM) નો સંપર્ક કરી મદદ મેળવે.

લસણની લણણી
લસણ નો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થાય છે. લસણનો પાક ઉપરના ભાગોથી પીળા કલરનો કે બજરીયા કલરનો થાય અને સુકાય જાય એટલે પાક લણણી માટે તૈયાર થઈ ગયો એમ કહેવાય.














