હરિયાળી ક્રાંતિના ઉદય પછી કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારાની સાથે સાથે કૃષિ રસાયણોનો પણ વપરાશ વધવા પામ્યો છે. ખાસ કરીને કૃષિ પાકોમાં આવતા વિવિધ જીવાત-રોગ અને નીંદણના નિયંત્રણ માટે જુદા જુદા કૃષિ રસાયણો અને તેની જીવાતના ચોક્કસ ભાગ પર આક્રમણ કરી નાશ કરવાની કાર્ય પ્રણાલી આધારિત કૃષિ રસાયણોનું સતત સંશોધન થતું રહ્યું છે. આવું જ એક રસાયણ સાયનોપાયરાફેન (Cyenopyrafen) છે.જે કથીરીનુ સારૂ નિયંત્રણ કરે છે. આ કથીરીનાશકની નોંધણી ભારતમાં તાજેતરમાં કરવામાં આવી છે. ભારતમાં આ કથીરીનાશક સોલ્યુબલ કોન્સર્ટ સ્વરૂપમાં જ ઉપલબ્ધ બનેલ છે. આ કથીરીનાશક કુનોઇચી, સ્ટારમાઇટતથા અરીમાના નામે મળે છે. જેનું વિશ્વ-વ્યાપી ઉત્પાદન સીજેન્ટા તથા નિશાન એગ્રો. કેમિકલ્સ કરે છે. આ રસાયણ દક્ષિણ કોરિયા, કોલંબિયા અને યૂકાડોર જેવા દેશોમાં હાલમાં બજારમાં ઉપલબ્ધ છે. આ કથીરીનાશક તાજેતરમાં જ ભારતમાં કુનોઇચી (Cyenopyrafen) ૩૦ એસ.સી.ના વ્યાપારી નામે નિશાન કેમિકલ્સ કોર્પોરેશન, જાપાન અને ઇન્સેક્ટિસાઇડ ઇન્ડિયા લિમીટ નો સંયુક્ત ઉપક્રમે બજારમાં મૂકવામાં આવી છે. 

આ આધુનિક કથીરીનાશક સાયનોપાયરાફેનનો સમાવેશ પાયરેઝોલ વર્ગમાં કરવામાં આવે છે. જે જુદા જુદા પાકોમાં નુકસાન કરતી પાનકથીરી સામે ઉપયોગ કરતા સારા પરીણામો મળે છે. આ રસાયણની પાનકથીરીને મારવાની પદ્ધતિ કઇક જુદા પ્રકારની છે. આ રસાયણ પાનકથીરીના શરીરમાં રહેલા કણાભસૂત્ર (mitochondria) પર અસર કરે છે. જેને શક્તિ ઉત્પન્ન કરતા કારખાના તરીકે ઓળખવામાં આવે છે 

અને તે શરીરના વિવિધ કોષો માટે રસાયણિક શક્તિ પેદા કરે છે. જયારે સાયનો પાયરાફેનનો છંટકાવ કરવામાં આવે ત્યારે કથીરીના શરીરમાં આ શક્તિ મળતી બંધ થઈ જાય છે જેના પરીણામે લકવો થતાં કથીરી નાશ પામે છે. આ કથીરીનાશકના યોગ્ય વપરાશથી કથીરીમાં પ્રતિકારકશક્તિ ઉત્પન્ન થતી નથી. આ કથીરીનાશક પક્ષી, મધમાખીઓ તથા પરભક્ષી કથીરીઓ પર ઓછી ઝેરી માલુમ પડેલ છે જયારે માછલીઓ અને અન્ય કરોડર૩૬ વગરના પ્રાણીઓ પર વધુ ઝેરી માલુમ પડેલ છે. પરંતુ તે પાણી તથા જમીનમાં ઝડપથી વિઘટન પામતી હોઈ ઝોખમ ઓછું રહે છે. 

આ કથીરીનાશક સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ(CIR)માં પણ નોંધણી પામેલ છે. આ રસાયણનો સફરજનની કથીરી માટે ર-૩ મિ.લિ. અને મરચીની કથીરી માટે ૪-૬ મિ.લિ. પ્રતિ ૧૦લિટરે વપરાશ કરવાનું જણાવવામાં આવેલ છે. આ કથીરીનાશકના છંટકાવ બાદ સફરજન અને મરચા અનુક્રમે ૧૫ અને ને ૭ દિવસ બાદ ઉતારવાથી તેની અવશેષ અસરનો પ્રભાવ રહેતો નથી. 

ડો. આર.કે. ઠુંમર, કુ. ખુશ્બુ પટેલ, ડો. પી. કે. બોરડ, કીટક શાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય. આણંદ કૃષિ યુનિવર્સીટી, આણંદ-૩૮૮૧૧૦

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

જીવાત : જામફળની ફળમાખી

જામફળની ફળમાખી- વાડીમાં સ્વચ્છતા રાખવી તથા કોહવાઇ ગયેલા અને ખરી પડેલા ફળો ભેગા કરી તેનો નાશ કરવો. જામફળીની વાડીમાં અવાર-નવાર ઊંડી ખેડ કરવી. ઝાડની આજુ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જીવાત : મકાઇમાં ટપકાંવાળી લશ્કરી ઇયળ

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. આ જીવાતના નર ફૂદાંને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ૫૦ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સિંજેન્ટા દ્વારા PLINAZOLIN® આધારિત – કંપનીન્યુઝ

સિંજેન્ટા દ્વારા PLINAZOLIN® ટેક્નોલોજી આધારિત નવી અસરકારક કીટનાશક. PLINAZOLIN® એ સિંજેન્ટા દ્વારા કૃષિમાં જંતુ નિયંત્રણ માટે વિકસાવવામાં આવેલ એક નવીન સક્રિય ઘટક અને ક્રિયા પદ્ધતિ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પાણીનું બુંદ : ભૂલ નહિ કરતા આ પાણીના બુંદની સલાહ માનજો

પાણીનું  બુંદ કહે, જો જો ભૂલ નહિ કરતા આ પાણીના બુંદની સલાહ માનજો . વરસાદ પછી પણ આપણે આપણા કૂવાના પાણી અને જમીનનું  પૃથ્થકરણ કરીને જોવું

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ભારતમાં બોલગાર્ડ ટુ પછીની રાઉન્ડઅપ રેડી ફલેકસ કયારે આવશે ?

બાયોટેકનોલોજીની વાત પણ થોડી કરી લઈએ મોન્સાન્ટોની બોલગાર્ડ ટેકનોલોજી ભારતમાં બોલગાર્ડ ટુ પછીની રાઉન્ડઅપ રેડી ફલેકસ કયારે આવશે ? તે સમય જ કહેશે. પરંતુ મોન્સાન્ટો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કારતક મહિને કણબી ડાયો

કારતક મહિને કણબી ડાયો તે કહેવતને અનુરૂપ આપણામાં નીવડેલા પાક માટે સારો અને નબળા પાક માટે તિરસ્કાર ભાવ સાથે મનમાં ડહાપણ ખીલતું હશે, કોઈની ડ્રિપ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પ્રયોગ : પશુમાં દાદર-ખસ- ખરજવું મટાડવા પપૈયાનું દુધ !

પશુને દાદર – ખસ-ખરજવું થાય ત્યારે સતત શરીરને ઝાડ કે ગમાણ સાથે ઘસે છે, પશુનો સ્વભાવ ચીડીયો થઈ જાય છે, ઘણી વખત વધારે પડતું ઘસવાથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મકાઈ : એક સારો પાક

મકાઈને ધાન્ય પાકોની રાણી કહેવામાં આવે છે. કારણ કે મોટા ભાગના ધાન્ય પાકોમાં સૌથી વધુ ઉત્પાદન મેળવવાની ક્ષમતા ધરાવે છે. વધુમાં મનુષ્ય, પશુઓ તથા મરઘા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ગુલાબી નું આવેદનપત્ર

કપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર  ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી અમે ગુલાબી ઈયળ માત્ર કપાસના પાકમાં આવતી અડધા

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks