

કથીરી માટે કથીરી નાશક જોઈએ બીજું કીટનાશક ચાલે નહિ . કથીરી એક નવું સારું કેમિકલ- મોલેક્યુલ બાઝાર માં આવ્યું છે. તમારી ડાયરીમાં નોંધી રાખો . હેક્ઝીથાયાઝોક્સ એ કૃષિમાં વપરાતી એક મહત્વની કથીરીનાશક તથા કીટનાશક છે. તે નિપ્પોન સોડા નામની જાપાનીઝ કંપની દ્વારા બનાવવામાં આવી છે. હેક્ઝીથાયાઝોક્સ એક બિન શોષક અને સ્પર્શધ્ન કાર્યપધ્ધતિ ધરાવતી કથીરીનાશક છે ભારતમાં હેક્ઝીથાયાઝોક્સ ૫.૪૫% ઇસી (ઇમલ્સીફાયેબલ કોન્સન્ટ્રેટ) તરીકે રજીસ્ટર થયેલી છે અને “મૈડેન” એવા બજારુ નામે બાયોસ્ટેટ ઈન્ડિયા લિમિટેડ તથા “મિટોલીન” એવા બજારુ નામે ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શન કંપની દ્વારા વેચવામાં આવે છે. દવાની વાત પુરી કરતા પહેલા એક દવા વિષે પણ તમારી ડાયરીમાં નોંધ કરો . નવી દવા ક્રોમાફેનોઝાઇડ સ્પર્શદ્ન પ્રકારની કીટનાશક છે જે સરળતાથી ઈયળ માટે રોમપક્ષ શ્રેણીની જીવાતો સામે અસરકારક જોવા મળે છે. ભારતમાં પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ દ્રારા “ડોજરના” નામે ૮૦ ટકા વે.પા. સ્વરૂપે ઉપલબ્ધ બની છે.

























