
ત્યારે પશુપાલન દ્વારા દૂધ-ઘી-માખણનું સેવન થતું મહેનત સામે ખેડૂતોને બળ મળતું, ગાયની પેડીગ્રી – વંશપરંપરાગત સંવર્ધન થતું, બળદને ખાણ અને તેલ પીવડાવાતું, બળદના શીંગડાને તેલ લગાડવામાં આવતું, પશુ સાજા માંદા થાય તો તેની કાળજી લેવાતી. પશુને ખરેરો થતો. વિચારતો કરો, આવું હતું ત્યારે આપણી જમીન ફળદ્રુપ હતી. આજે ગાયનું મુલ્ય ગીરગાય ગીરગાય કરીને એટલું વધ્યું પણ માનવતા ક્યાં લેવલે ગઈ છે? પશુ દૂધ દેતું બંધ થાય એટલે બડીકો મારીને કાઢી મુકવા સુધીની પ્રવૃત્તિથી આપણે વાકેફ છીએ, રખડતા ઢોર બતાવે છે કે માનવ સમાજ જ્યાં સુધી લાભ હતો ત્યાં સુધી ગાયને પાળે છે

























