
છોડનો વિકાસ એકલો સારો નથી તેની વાત પણ નોંધો તમારા કપાસના જેવા ૪ થી સાડાપાંચ ફુટના થાય એટલે તેની મુખ્ય અગ્રકલીકા કાપો જેને ડુંખ કાપવી અથવા નીપીંગ કરવું પણ આપણે કહીએ છીએ, છોડ માથોડાઢક થઈ જાય ત્યારે છોડમાં નાઈટ્રોજન વધુ પ્રમાણમાં થઈ ગયું છે તે સમજો , છોડ વધે ચડી ગયો છે તે વાત ઘ્યાનમાં લ્યો છોડ ફળાઉ ડાળીઓમાં વધુ ફાલ આવે, જીંડવા મોટા અને ભરાવદાર થાય તેના પ્રતિ ઘ્યાન આપો. જો ગયા વર્ષે તમારા ચોમાસું ખેતીના પાકમાં મીલીબગ નામની સફેદ હઠીલી જીવાત આવી હોય તો આ વર્ષે તમારે ખાસ તકેદારી રાખવી જરૂરી છે તે સમજી લ્યો. આ જીવાત હંમેશા વાદળા થાય અને વાતાવરણ ભેજવાળું થાય ત્યારે સીઝન દરમ્યાન મૂકેલાં ઈંડામાંથી ક્રાઉલર બહાર આવે છે. આ જીવાત ઉડી શકતી નથી. તે આપણે જાણીએ છીએ તેથી તે ચાલીને તમારા પાકમાં આવી ગઈ છે. ત્યારે સેઢે પાળે, ખેતરમાં રહેલા ઝાડની નીચે ચોમાસાના શરૂઆતના જ દિવસોમાં કવીનાલફોસ અથવા ફેનવાલડસ્ટનો છંટકાવ કરીને ખેતરના શેઢે પટ્ટા તમે કર્યા હતા કે નહિ ? જરૂર ભૂલી ગયા હશો ,તો હવે મીલીબગ આવી તો દવા ના ખર્ચ વધુ થશે























