
ગુલાબી ઇયળથી ડરવાની જરૂર નથી – સમયસર પગલા લો. ચાલો ગુલાબી ઈયળનું જીવનચક્ર સમજીએ. સુશુપ્ત અવસ્થામાં પડી રહેલ કોશેટામાંથી બહાર આવેલું ભુખરા રંગનું અને ઝાલરવાળી પાંખો ધરાવતું કદમાં ખૂબ નાનું-કૂદું પોતાની પેઢી આગળ વધારવા ફૂલ ભંમરીમાં ઇંડા મૂકે છે. ફુદાની આ અવસ્થા ૨ થી ૪ દિવસમાં પૂર્ણ થાય છે. કુદાના ઉપદ્રવની જાણકારી મેળવવા માટે ગુલાબી ઈયળની લ્યુર વાળા એગ્રીલેન્ડ કંપનીના ફેરોમોન ટ્રેપ લગાડવાથી કુદાની હાજરીની જાણકારી મળી શકે છે. જો કુદા ટ્રેપમાં પકડાય તો ઈંડાનાશક સિન્થેટિક પાઇરેથ્રોઇડ દવાનો છંટકાવ શરૂ કરવો જોઈએ. ડેલ્ટામેથ્રીન સાથે પ્રોફેનોફોસ વગેરે.. કુદા અવસ્થા : કોશેટોમાંથી નીકળેલ ગુલાબી ઈયળનું ઝાલર વાળી પાંખ ધરાવતું બદામી રંગનું ફૂદું રાત્રે ફૂલ ભમરી, ચાંપવા, કળીમાં ઈંડા મૂકે છે. ગુલાબી ઈયળની હાજરીની જાણ મેળવવા વિઘે ૪ ફેરોમોન ટ્રેપ લગાડો.