
વાવણી થાય ત્યારે કપાસ શા માટે વાવવાનું કહે છે ? : કપાસની આગોતરી વાવણી કરશો તો તમારા કપાસમાં કુલ ચાંપવા વહેલા આવશે. ગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી જે અત્યારે આવી છે તેના કૂદાં વહેલા નીકળેલા ચાપવામાં ઈંડા મૂકવાની તક મળશે. જેથી ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધુ ને વધુ ફેલાશે. હવે આગોતરો કપાસ કરાય નહિ પણ આપણે કોઈનું માનીયે ખરા ! ગયા વર્ષે આવી નહિ એટલે સમજ્યા કે આ તો ગઈ ? રોઝેટેડ કુલ : કપાસનું ફુલની પાંદડીઓ બિડાયેલી, ફુગા જેવી (રોઝેટેડ કુલ) જેવી થઈ ગઈ હોય તો સમજવું કે ફૂલમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ છે. ઈંડા માંથી બંનેલ ઈયળ પાતળી વાળ જેવી સફેદ અને કાળા માથાવાળી હોય છે અને પરાગરજ ખાઈને જીવે છે. રોઝેટેડ કુલ વીણી લેવા અને સળગાવી દેવા . આ સમયે સિન્થેટીક પાયરેટ્રોઈડ છંટકાવ શરૂ કરવો. (સાયપરમેથ્રીન + પ્રોફેનોફોસ અથવા કલોરોપાયરીફોસ – લેમડાસાયલોથ્રીન)