
ખુબ જાણીતું સહ્યાદ્રી ફાર્મ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અઝહર તંબુવાલાએ ‘ફ્રેશ ઈન્ડિયા શો’ એક નવી વેપાર શૃંખલા આકાર આપતી અને તેની તકો, પડકારો અને વેપારના પ્રવાહો વિશે ચર્ચાનું પ્લેટફોર્મ ગણાવ્યું . તંબુવાલાના જણાવ્યા અનુસાર, ભારતના કૃષિ વિકાસના આગામી તબક્કામાં સંશોધન અને વિકાસની સાથે કોલ્ડચેન અને વેરહાઉસ સગવડતા એક નિર્ણાયક ભૂમિકા ભજવશે. ભારત વાર્ષિક આશરે ૩૭ કરોડ (૩૭૦ મિલિયન) મેટ્રિક ટન ફળો અને શાકભાજીનું ઉત્પાદન કરે છે, જેમાંથી લગભગ ૨૦ લાખ (૨ મિલિયન) મેટ્રિક ટન જેટલું ઉત્પાદન ૧૨૩ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, “ભારતીય ખેડૂતો હવે માત્ર પાકના જથ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, રિટેલર્સ અને બજારના ફીડબેક (પ્રતિભાવો)અને પેકીંગ ના આધારે પોતાના ઉત્પાદનને વધુને વધુ અનુકૂળ બનવું પડશે .”
























