
ટેકનોલોજીની હજુ આપણે વાતુ કરીએ અને વિચારીએ ત્યારે આપણને થાય આવું તે શે થાય ! પણ તમે વિચારો ગુજરાતને સવાયું ઈઝરાયલ તો આપણે કરતા કરીશું પણ આપણો ગુજરાતી આખા વિશ્વમાં ઠેરઠેર છે અને તે જયાં જાય ત્યાં સવાયું ગુજરાત કરી દે છે. છત્તીસગઢની વાત કરો તો છત્તીસગઢમાં કચ્છથી ગયેલા આપણા ગુજરાતીઓએ છત્તીસગઢમાં સવાયું ગુજરાત કર્યું છે આ બધા ખેડૂતો આપણી જેમ બાજુવાળાની પાડોશીની ઈર્ષા કરતા નથી બાજુવાળા કરતા વધુ ઉત્પાદન લેવા ને બદલે સાથે મળીને બન્ને વધુ ઉત્પાદન લે છે. સાથે મળીને વધારે ઉત્પાદન ? એ તે વળી શું? છત્તીસગઢમાં ગયેલા આપણા દરેક ગુજરાતીઓ પાસે 50 થી 200 વિધા મોટી જમીન છે અને બધા એકબીજા દર શુક્રવારે મળે છે પોતાના ખેતરના હાલહવાલ એક બીજાને જણાવે છે. શુક્રવારીય મીટીંગમાં પોતાના પાકમાં મે શું કર્યું. ? નવી કઈ દવા છાંટી, કયો રોગ આવ્યો હતો અને કઈ દવાના પરિણામ સારા મળ્યા તેની ખુલ્લા દીલે વાત કરે છે.



















