
સારી રીતે પાકેલું દેશી ખાતર કે વર્મીકમ્પોસ્ટ. શક્ય હોય તો દિવેલી, લીમડો કે કરંજનો ખોળ વાવણી વખતે પાયામાં આપો. આચ્છાદન (Mulching) કરો. જમીનને ક્યારેય તડકામાં ખુલ્લી ન રાખો. પાકના પાંદડા, સૂકું ઘાસ કે નીંદણથી જમીન ઢાંકેલી રાખવાથી તાપમાન નિયંત્રણમાં રહે છે, ભેજ જળવાય છે અને જમીનમાં રહેલા સૂક્ષ્મજીવાણુઓ મરતા નથી.સતત એક જ પાક (Mono-cropping) લેવાને બદલે વચ્ચે મગ, અડદ, ચણા કે તુવેર જેવા કઠોળ પાક લો. કઠોળના મૂળમાં રહેલી ગાંઠો જમીનને સમૃદ્ધ બનાવે છે. જરૂર પૂરતી જ ખેડ કરો, જમીનને વારંવાર ઊંડી ખેડવાથી જમીનનો અંદરનો કાર્બન હવાના સંપર્કમાં આવીને ઓક્સિડાઇઝ થઈ જાય છે આ પ્રક્રિયા રાતોરાત થતી નથી. ધીરજપૂર્વક આ પદ્ધતિઓ અપનાવવાથી 2 થી 3 વર્ષમાં જમીનનો ઓર્ગેનિક કાર્બન નોંધપાત્ર રીતે વધારી શકાય છે .


















