સમય બદલાય રહ્યો છે, ટેકનોલોજીની સરળતાને લીધે આપણી કેટકેટલીક મુશ્કેલીઓ સરળ થઇ રહી છે, તમે વિચાર તો કરો કે છેલ્લા થોડા વર્ષમાં શહેરના આપણા ખાનપાન અને કપડા લતાની ખરીદીમાં કેવો બદલાવ આવ્યો છે . આજકાલ માંગો તે ઓન લાઈન મળે છે , માંગો તે કપડા, માંગો તે વસ્તુ ઘેર બેઠા શહેરમાં ઓર્ડર કરી શકાય છે સાથે એક વિશેષ સેવા પણ મળે છે કે ન ગમે તો પાછા આપી શકાય છે . જુવો તો ખરા પસંદગીની કેટલી વિશાળ તકો ખુલી છે, અરે માંગો તે રેસ્ટોરન્ટનું ફૂડ તમારા ઘરે પહોચે છે એટલો બધો બદલાવ આવવાનું કારણ શું ? કારણ વેચનાર આપે છે સગવડતા – સગવડતા – સગવડતા.

તાપમાનનો રોલ આપણી ખેતીમાં શું છે ?
તમારી જમીનનું તાપમાન અને ભેજ કેટલો છે તે તમને ખબર હોવી જોઈએ આ માટે હવે ટેન્શીયોમીટર બઝારમાં મળે છે. પિયત કયારે અને કેટલું આપવું તે આ ડેટા ઉપરથી તમે જાણી શકો છો.



















