aries agro

આજે બધા વિચારતા થઇ ગયા  છે કે આ બધી પાક જીવાતો હવે કેમ કાબુમાં આવતી નથી ? કોઈ દિવસ વિચાર કર્યો કે પહેલા લાંબા વર્ષો પછી કોઈ એક દવા સામે જીવાત પ્રતીકારકતા કેળવતી, હવે તો નવી દવા આવી નહિ ને બીજા વર્ષે તે દવા આઉટઓફ ડેટ થઇ જાય છે. આવું કેમ થતું હશે ? જીવાતો કેમ ઝડપથી પ્રતીકારકતા કેળવવા મંડી ?, જીવાતને મારવા માટે આપણે જંતુનાશક છાંટીએ તે સાચું પ્રમાણ જાળવીએ નહિ એટલેકે વધુ પ્રમાણ વાપરીએ તો ઘણા વિપરીત પરિણામો આવે છે તે આપણે ભૂલી જઇયે છીએ
(૧) તમારા પાકના પાન ઉપર દાઝ લાગે છે. જે પાંદડું રીપેર થતા સમય લે છે એટલે આપણો પાક ઓછું ઉત્પાદન આપે છે.
(૨) છંટકાવ  આપવા છતાં જે જીવાત બચી ગઈ તે જીવાતની હવે પછીની પેઢી તે દવા સામે લડી શકે તેવી પ્રતિકારક બને છે. એટલે પ્રમાણ જાળવવું.
(૩) દવાનું ટેકનીકલ ખુબ જ અગત્યનું છે દા.ત. કથીરી માટે ઘણા ટેકનીકલની દવા બઝારમાં આવેછે તમે એકને એક ટેકનીકલ દા .ત. ફેનાઝાક્વીન વારંવાર છાંટ્યા કરો છો તો તમારા ખેતરમાં કથીરી નાબુદ નહિ થાય, દવાનું ટેકનીકલ બદલાવતું રહેવું પડે.
(૪) દવા બ્રાન્ડેડ કંપનીની સારી લેવી જોઈએ,  તમે  દવા લઇ આવો તેમાં શું હોય તે તમને ખબર હોવી જોઈએ  અને અમુક  દવા વધારે જલદ હોય તો તમને તરતજ પરિણામ દેખાય પણ પાકનું નુકશાન (પાંદડા ઉપર સ્કોર્ચિંગ) અને જીવાત પ્રર્તીકારકતા કેળવે ને વધારાનું, યાદ કરો બીટી ટૂ ટેકનોલોજી કેમ ગુલાબી ઈયળ સામે ઘૂંટણીએ પડી ગઈ ? કોનો વાંક?, ટેકનોલોજી નો  ?? આપણો ? આ દાખલો સમજાય તો તમે તમારા ખેતર માં સાચી દવાના બાટલા લાવશો , સાચું ને ?

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

ઘોડીયા ઇયળ

ખેતરમાં ઈયળભક્ષી પક્ષીઓને બેસવા માટે ઝાડના ડાળા કાપીને છૂટાછવાયા ઊભા કરી તેમને બેસવાની વ્યવસ્થા કરવી. પુખ્ત ઈયળોને હાથથી વીણીને કેરોસીનવાળા પાણીમાં નાખીને નાશ કરવો. કુદરતી રીતે બ્યૂવેરીયા બેસીયાના ફૂગથી થતો રોગ જાેવા

વધુ વાંચો....

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો

વધુ વાંચો....

કૃષિ મેળો : ૧૫મો એગ્રી એશિયા ૨૦૨૬ -આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન

૧૧મી સપ્ટેમ્બર થી ૧૩ મી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન એગ્રી એશિયા ૨૦૨૬ યોજાય રહ્યો છે. આ પ્રદર્શન નવી કૃષિ ટેકનોલોજી અને નવા સંશોધનોની દેશ વિદેશની માહિતી

વધુ વાંચો....

લસણની સૂકવણી, પેકીંગ અને યોગ્ય સંગ્રહ

લસણનાં પાકમાં સંગ્રહશક્તિ વધારવા કાપણીના ૧૫ દિવસ પહેલાં મેલિકહાઈડ્રેઝાઈડ (MH)નો ૧૫૦૦ પીપીએમ (૧૫ ગ્રામ/૧૦ લીટર પાણી)નો છંટકાવ છોડ પર કરવો. બીજને બરાબર સાફ કરી ૬ થી ૮ % ભેજનું પ્રમાણ રહે તે

વધુ વાંચો....

ખોટાડું સોશિયલ મીડિયાનો એક દાખલો.

આજના ડિજિટલ યુગમાં ગુજરાતના ખેડૂતો વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની ઘણી નવી માહિતી મેળવે છે. આ એક સારો બદલાવ છે. પણ એ પણ યાદ રાખો કે આજકાલ

વધુ વાંચો....

વૃક્ષોમાં છાંટણીથી શું ફાયદો ?

“ છાંટણી ” એટલે વૃક્ષોની બાબતમાં તે કેટલાક ચોક્કસ હેતુઓ માટે તેના અંગ-ઉપાંગોની ગણતરી પૂર્વકની જે કાપકૂપ કરવામાં આવે છે તેને ‘છાંટણી’ જેવા ટુંકા નામથી સંબોધવામા આવે છે.છાંટણી ઝાડ અને ખેડૂત બન્નેને

વધુ વાંચો....

વડવાઓ એ આપેલ પાડાના કાંધ જેવી જમીનને આપણે સાચવી શક્યા નહિ

આપણા વડવાઓ એ આપેલ પાડાના કાંધ જેવી જમીનને આપણે સાચવી શક્યા નહિ એટલે ત્યારે જમીન જીવતી હતી એટલે આ બધું કુદરતી થતું હતું પણ ધાર્યું ઉત્પાદન મળતું નથી અને આપણે વાંક બીજાનો

વધુ વાંચો....

ચાલો જમીન જીવતી કરવા વિજ્ઞાનની મદદ લઈએ .

મૂળની આસપાસના વિસ્તારને મૂળ મિત્ર બનાવવા તેની આસપાસ ક્યાં ક્યાં તત્વો ની હાજરી હોય છે ? તે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે તેને આપણે પહેલા જમીન જીવતી છે એમ કહેતા કારણ કે જમીનમાં

વધુ વાંચો....

લસણની લણણી

લસણ નો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થાય છે. લસણનો પાક ઉપરના ભાગોથી પીળા કલરનો કે બજરીયા કલરનો થાય અને સુકાય જાય એટલે પાક લણણી માટે તૈયાર થઈ ગયો એમ કહેવાય.

વધુ વાંચો....

શું જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે?

શું માત્ર ખાતર નાખવું પૂરતું છે ? આપણે એવું વિચારીએ છીએ કે જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે, પણ હંમેશા એવું હોતું નથી. તમે જમીનમાં જે ખાતર નાખો છો

વધુ વાંચો....

ખારેકની ખેતી ટીસ્યુ કલ્ચરના રોપા દ્વારા કેમ ?

અમુક વૃક્ષોમાં નરફૂલો અને માદાફૂલો એમ અલગ અલગ હોય છે. જ્યારે ખારેકના વૃક્ષમાં આખે આખા વૃક્ષો જ જોજોબાની જેમ નર અને માદાના અલગ અલગ હોય છે. બન્ને વૃક્ષો થડિયે, પાંદડે, રંગે, દેખાવે

વધુ વાંચો....

હળદર ઉપચાર (કયોરિંગ)ની પરંપરાગત પદ્ધતિ

ઉપચારની પરંપરાગત પદ્ધતિમાં, સાફ કરેલા રાઇઝોમ્સને જ્યાં સુધી સંપૂર્ણ ડૂબે નહિ ત્યાં સુધી પાણી નાખીને ઉકાળવાની શરૂઆત કરવામાં આવે છે. જ્યારે થોડી તદ્દન અલગ પ્રકારની સુગંધ આવે અને સફેદ ફીણ આવવા લાગે

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks