
આ એબાયોટિક સ્ટ્રેસ (પર્યાવરણીય તણાવ) થી બચવા શું કરવું ? પાણીની અછત કે જળભરાવ જેવી પરિસ્થિતિઓ સામે જો જમીનમાં સેન્દ્રિય પદાર્થો એટલેકે જો માટીમાં સારું કમ્પોસ્ટ, અળસિયાનું ખાતર અને છાણિયું ખાતર ઉમેરવામાં આવ્યું હોય તો જમીનની પાણી પકડી રાખવાની ક્ષમતા વધે છે (દુષ્કાળમાં ફાયદાકારક) અને વધારાના પાણીનો નિકાલ પણ સરળતાથી થાય છે .મલ્ચિંગ અને પાળા કર્યા હોય તો જલભરાવથી ઓછું નુકશાન થાય છે , ખેતરમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા માટે પહેલેથી જ જમીનનું લેવલીંગ કરાવીએ તો ફાયદાકારક રહે છે . ઓછા વરસાદ વખતે જો પાળા ઉપર પ્લાસ્ટિક મલ્ચીંગ કર્યું હોય અથવા સૂકા પાંદડાં, ઘાસ કે ડાળખીઓનું આછાદન કર્યું હોય તો જમીનનું તાપમાન જળવાય રહે છે , પાણીનું બાષ્પીભવન અટકાવે છે અને મૂળને સીધી ગરમી કે ઠંડીથી બચાવે છે. સ્માર્ટ ખેડૂતો શું અલગ કરે છે ? તેઓ માત્ર પાકનું જ વ્યવસ્થાપન કરતા નથી તેઓ જમીનના પર્યાવરણનું વ્યવસ્થાપન કરે છે: જમીનનું શ્રેષ્ઠ બંધારણ જાળવી રાખે છે. માત્ર સિંચાઈના સમયપત્રક જ નહીં, પરંતુ EC અને ભેજનું પણ નિરીક્ષણ કરે છે. તમે તમારા ખેતરોમાં આમાંથી કયો તણાવ સૌથી વધુ જુઓ છો — અને તમે તેનું સંચાલન કેવી રીતે કરો છો? બાયોટિક ( જૈવિક તણાવ) ની વાત હવે પછી ……















