ચીઢો નીંદણને છૈયા  કહે છે, તેનું અંગ્રેજી નામ નટસેજ (nutsedge) છે. ચીઢાની અનેક પ્રજાતિઓ છે, તે પૈકી આપણાં વિસ્તારમાં સાયપ્રસ રોટડસ (Cyperus rotundus) નામની પ્રજાતિ જોવા મળે છે, જે ગુલાબી ચીઢો (yellow nutsedge) તરીકે પણ ઓળખાય છે. ચીઢો બહુવર્ષાયુ, ઊંડા મૂળ ધરાવતું, એકદળી નીંદણ છે. બધી જ જગ્યાએ, બધા જ પાકોમાં અને બધી જ ઋતુઓમાં થાય છે, જો કે શિયાળામાં ઓછી વૃદ્ધિ હોય છે. બધા જ પ્રકારની જમીનમાં થાય છે, પથરાળ જમીનમાં પણ થાય છે. ભારે કાળી, ચીકણી, ફળદ્રુપ અને ભેજવાળી જમીન વધુ માફક આવે છે. તેનું પ્રસર્જન અને ફ્લાવો મુખ્યત્વે કંદ દ્વારા ૯૦ – ૯૫% અને બીજ દ્વારા ૫-૧૦% થાય છે. જમીનમાં ચીઢાના એક છોડને ૨-કંદની સાંકળ હોય છે. સાનુકૂળ પરિસ્થિતિમાં એક ચોરસ ફૂટ વિસ્તારની જમીનમાં ચીઢાના પ૬ નવા છોડ અને ૨૬૦ નવા કંદ ઉત્પન્ન થઈ શકે છે. એક માતૃ કંદમાંથી એક મહિનામાં ૪ અન્ય કંદ ઉત્પન્ન થાય છે, આમ, ૩ મહિનામાં કંદની વસ્તી અંદાજે ૧૦૦ સુધી પહોંચે છે. ચીઢોના પાન લીસા તેમજ જાડા હોવાથી દવા પાન પર ટકી શકતી ન હોઈ, પાન દ્વારા બરાબર શોષતી નથી. ઉપરાંત જમીનમાં કંદની હારમાળા હોઈ, શોષાયેલ દવા માંડ એકાદ-બે કંદ સુધી પહોંચે છે. તેથી બાકીના કંદમાંથી નવો છોડ ફૂટે છે. આમ તો ચીઢોનું સંપૂર્ણ રીતે નિયંત્રણ કરવું શક્ય નથી, તેમ છતાં સંકલિત ઉપાયોથી ચીઢોને કાબુમાં રાખી શકાય છે. 

  • ઉનાળામાં ઊંડી ખેડ કરી સૂર્યના સખત તાપમાં જમીન તપાવવી. જમીનમાંથી ઉપર આવેલ કંદ ૧૪ દિવસ સૂર્યના તાપમાં રહે તો સુકાઈ જાય છે. કંદમૂળીયા ભેગા કરી નાશ કરવો. શક્ય હોય તો મે-જૂન માસમાં જમીન પર પ્લાસ્ટિક આવરણ પાથરી ૧૫ દિવસ જમીનનું સૌરકરણ કરવું. 
  • વારંવાર ખેડ કરી ચીઢો -છોડનો નાશ કરવો, જેથી જમીનની અંદર રહેલ કંદમાં સંગ્રહિત ખોરાક ખાલી થાય અને કંદ ધીમે ધીમે ઉપર આવે.
  • ચીઢો છયા સંવેદનશીલ હોઈ, છાંયાવાળા પાકો જેવા કે જુવાર, તુવેર, એરંડાનું વાવેતર કરવું. ચીઢો વાળી જમીન પર ઘઉંનું કુંવળ પાથરવું.
  • ચીઢો નીંદણની ૩-૪ પાન અવસ્થાએ ગ્લાયફોસેટ ૪૧% એસ.એલ. અથવા ગ્લાયફોસેટ ૭૧% એસ. જે. દવા ૧૨૦ મિ.લિ. સાથે ૧૦૦ થી ૧૫૦ ગ્રામ એમોનિયમ સલ્ફટ કે યુરીયા ૧૦ લિટર પાણીમાં ઓગાળી નીંદણ હોય તેટલાં ભાગમાં નીંદણ બરાબર ભીંજાય તે રીતે દ્રાવણનો છંટકાવ કરવો.
  • ઉપરાંત  – ગ્લફોસીનેટ એમોનિયમ. દવા ૧૨૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે ચીઢાવાળા ભાગમાં છાંટવાથી નિયંત્રણ કરી શકાય છે. 
  • ગ્લાયફોસેટ અને ગ્લફોસીનેટ એમોનિયમ અવર્ણાત્મક દવાઓ હોઈ, ઊભા પાકમાં છાંટી શકાય નહીં. જો કે પહોળા અંતરે વવાતા પાકોમાં પાક પર દવા ન પડે તે રીતે નિર્દેશિત છંટકાવ કરી શકાય.
  • છંટકાવ સમયે જમીનમાં ભેજ હોવો જોઈએ. છંટકાવ પછી જમીનમાં રહેલ કંદમાથી નીકળતા નવા છોડમાં પાન દેખાય ત્યારે ફરીથી છંટકાવ કરવો. છંટકાવ બાદ ૨૦ દિવસ સુધી કોઈ ખેતી કાર્ય કરવા નહીં.
  • હેલોસલ્ફ્યુરોન-મિથાઈલ નામની દવા ખાસ ચીઢો માટે જ નોંધાયેલ છે. ચીઢોના નિયંત્રણ માટે પાક ન હોય ત્યારે હેલો ફ્યુરોન-મિથાઈલ ૭૫% ડબલ્યુ.જી. દવા ૧.૮ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે નીંદણ હોય તેટલાં ભાગમાં નીંદણ બરાબર ભીંજાય તે રીતે દ્રાવણનો છંટકાવ કરવો. ફરીથી ઊગેલ ચીઢોના છોડ પર ૧ થી ૨ માસે બીજો છંટકાવ કરવો. દવા છાંટ્યા બાદ 3 મહિના સુધીમાં કોઈપણ પાક લેવો નહીં. મકાઈ અને શેરડી સિવાય ઊભા પાકમાં આ દવા છાંટી શકાતી નથી.
  •  ખેતરમાં કોઈ પાક ન હોય ત્યારે હેલોસક્યુરોન મિથાઈલ ૭૫% ડબલ્યુ.જી. ૦.૯ ગ્રામ તથા ગ્લાયફોસેટ ૪૧% એસ.એલ. ૬૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણી પ્રમાણે ટાંકીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. જરૂર જણાયે બીજો છંટકાવ કરવો. દવા છાંટ્યા બાદ ૩ મહિના સુધીમાં કોઈપણ પાક લેવો નહીં.
  •  બિન-પાક પરિસ્થિતિમાં પૂર્વ-મિશ્રીત દવા ઓક્સીફ્લોર ૨.૫% + ગ્લાયફોસેટ ૪૧% એસ.સી. ૮૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે ચીઢો હોય તે વિસ્તારમાં છંટકાવ કરવાથી ચીઢોનું નિયંત્રણ થઈ શકે છે. 
  • આ સિવાય ઈથોકસી સક્યુરોન (ડાંગર અને શેરડીમાં), બેનસફ્યુરોન (ડાંગરમાં), એઝીમસક્યુરોન (ડાંગરમાં), પાયરોઝાસક્યુરોના (ડાંગરમાં), બેન્ટાઝોન (સોયાબીન અને ડાંગરમાં), ક્લોરીબ્યુરોન (સોયાબીનમાં), સલ્ફન્ટ્રાઝોના (શેરડીમાં), ઈમાઝથાપાયર (સોયાબીનમાં), મેટસક્યુરોન (ઘઉં, શેરડી અને ડાંગરમાં), ટ્રાયફ્લોક્સીસફ્યુરોન (કપાસ અને શેરડીમાં), ઈમાઝોફ્યુરોન (ડાંગરમાં) દવાઓ પણ ચીઢોનું અમુક અંશે નિયંત્રણ કરે છે.

સાભાર ડો. આર.કે. માથુકીયા

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

સોયાબીન : સોયાબીનનો ઉપયોગ

સોયાબીનનો ઉપયોગ ચીન,જાપાન તેમજ થાઈલેન્ડ જેવા દેશો લગભગ પ૦૦૦ વર્ષોથી કરી રહયા છે. આપણાં દેશમાં સોયાબીનનો ઉપયોગ લગભગ ૪૦ વર્ષથી નજીવા પ્રમાણમાં થઈ રહયો છે.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

અંબામાં રૂટ સ્ટોક

કલમો વિકાસ ઠીંગણો રાખવામાં રૂટ સ્ટોક (રોપ)નો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે. જો રૂટ સ્ટોકનો વિકાસઠીંગણો હશે અને એવા રોપ પર બાંધવામાં આવેલ કલમનો વિકાસ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કેરી આંબાનું વાવેતર ઘનિષ્ટ કરવામાં દિશા

આંબામાં જ્યારે આપણે લાંબા અંતરની જગ્યાએ ટૂંકા અંતરે એટલે કે ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર કરવામાં આવે ત્યારે વાવેતરની દિશા ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગુલ્લીદંડા – નીંદણોનું નિયંત્રણ : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

નીંદણોનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા, શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-2

પ્રિ-પ્લાન્ટ : કોઇપણ પાકમાં પાકની વાવણી કે રોપણી પહેલા જમીનના ઉપરના સ્તર પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. નીંદણનાશક દવાની અસરકારકતા વધારવા છંટકાવ બાદ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નિંદણ : નીંદણ નિયંત્રણના વિવિઘ ઉપાયો

 અવરોઘક ઉપાયો : નીંદણ નિયંત્રણની આ પધ્ધતિમાં નીંદણના બીજ યા પ્રસર્જન માટે વાનસ્પતિક ભાગો ઉપદ્રવિત વિસ્તારમાંથી નીંદણમુક્ત વિસ્તારમાં ન ફ્લાય તેવા ઉપાયો કરવામાં આવે છે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નીંદણનાશક દવા ભલામણ કરેલ જથ્થા કરતા જો વધારે વાપરવામાં આવે તો……

* દવાની ઝેરી અસરને લીધે પાક અંશતઃ અથવા સંપૂર્ણ નાશ પામે છે. * પાકના વિકાસ અને વૃદ્ધિ પર માઠી અસર થતા ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ડાંગરમાં નીંદણ નિયંત્રણ

* રોપાણ ડાંગરમાં અસરકારક નીંદણ નિયંત્રણ માટે ફેરરોપણી બાદ ૩૦ દિવસે એક વખત હાથ નીંદામણ શક્ય ન હોય તો ફેરરોપણી બાદ પાંચમા દિવસે બેન્થિઓકાર્બ હેકટર

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નીંદણનાશક દવા અન્ય કૃષિ-રસાયણોથી અલગ પડે છે, કારણ કે……

કોઇપણ દવાની અસરકારકતા ફે સફ્ળતાનો મુખ્ય આધાર તે દવા ક્યારે (સમય), કેવી રીતે (પદ્ધતિ-રીત) અને કેટલી (જથ્થો) છાંટવી તેના પર રહેલા છે. નીંદણનાશક દવાઓના છંટકાવના

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ -1

પ્રિઈમરજન્સ : કોઈપણ પાકમાં પાકની વાવણી સમયે કે વાવણી બાદ પાકના કે નીંદણના સ્ફૂરણ પહેલાં જમીન પર ભેજ હોય ત્યારે નીંદણનાશક દવા છાંટવાની પધ્ધતિને પ્રિઈમરજન્સ કહેવામાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ચણા : ચણામાં નીંદણ નિયંત્રણ

* દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તારના ખેડૂતોને સલાહ છે કે પિયત ચણાના પાકમાં અસરકારક નીંદણ નિયંત્રણ કરવા માટે પાકની બાદ ૨૫, ૪૦ અને ૭૫ દિવસે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીરુમાં નીંદણ નિયંત્રણ

* જીરુના પાકમાં નીંદણ નિયંત્રણ માટે ૧.૦ કિ.ગ્રા./હે. ઓક્ઝાડાયેઝોન પ્રિઈમરજન્સ છંટકાવ કરવો. * હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. પેન્ડીમીથાલીન પ્રિઈમરજન્સ અથવા હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. ફ્યૂકલોરાલીન

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ડુંગળી : નીંદણ નિયંત્રણ

* દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ડુંગળી (કાંદા) ના પાકમાં નીંદણ નિયંત્રણ માટે ફેરરાપણી પહેલા હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. ફ્યુકલોરાલીનનો છંટકાવ કરવો અને ત્યાર બાદ ૪૦

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

દિવેલામાં નીંદણ નિયંત્રણ કેમ કરવું ?

દિવેલામાં નીંદણ નિયંત્રણ ઉત્તર ગુજરાત ખેત-હવામાન વિસ્તાર (ખેતી આબોહવા પરિસ્થિતિ-૧) માં પિયત દિવેલાનું વાવેતર કરતાં ખેડૂતોને દિવેલાના પાકમાં અસરકારક અને અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ટામેટા : નીંદણ નિયંત્રણ

ટામેટીની પાકમાં નીંદણ નિયંત્રણ માટે હેક્ટર દીઠ ૦.૭૦ કિ.ગ્રા. મેટ્રીબ્યુઝીન ફેરરોપણી બાદ એક અઠવાડિયામાં છાંટવી. જો બજારમાં મેટ્રીબ્યુઝીન લભ્ય ન હોય તો હેકટર દીઠ ૧:૧૨૫

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સોયાબીન : નીંદણ નિયંત્રણ

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત-હવામાન ખેડૂતોને ચોમાસુ સોયાબીનના પાકમાં અસરકારક અને અ અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે ફ્લ્યુકોરાલીન હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવાની અને ૨૦-૨૫

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નીંદણ : નીંદણનું જીવનચક્ર સમજો

નીંદણ નિયંત્રણમાં સફ્ળ થવા માટે “ નીંદણનું જીવનચક્ર જાણવું ખાસ જરૂરી છે. એકવર્ષિય નીંદણ માટે જે રીતો અસરકારક હોય તે જ બહુવર્ષિય નીંદણો માટે ન

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-3

પોસ્ટ-ઈમરજન્સ : ખેતરમાં પાક કે નીંદણનો ઉગાવ થયેલ હોય અને ઉગેલ પાક કે નીંદણો પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેને પોસ્ટ ઈમરજન્સ કહેવામાં આવે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
aries agro
Enable Notifications OK No thanks